Thursday, 26 June 2014

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વડાપ્રધાન તરીકેના કાર્યકાળને એક મહિનો પૂર્ણ થતાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર અને બ્લોગ પોતાની સરકારનું મનોમંથન રજુ કર્યુ છે.જેમાં તેમણે પોતાની સરકારે લીધેલા દરેક નિર્ણયને દેશહીત અને યોગ્ય ગણાવ્યા છે તેમજ તેમનો કામ કરવાનો આત્મ વિશ્વાસ મજબુત બન્યો હોવાનું જણાવ્યું હતું.દબંગ છાપ ધરાવતા વડાપ્રધાને પોતાની સામે રહેલા પડકારોનો સ્વીકાર પણ કર્યો છે.