Monday, 11 August 2014

ધર્મવાદી ચેષ્ઠા કરતાં તત્વોથી ચેતો.

ભારત બિનસાંપ્રદાયિકતા અને વિવિધતાને વરેલો દેશ છે.સાર્વભૌમત્વ અને ધર્મનિરપેક્ષતાની દ્રષ્ટિએ દેશ અગ્રેસર છે.રાજકીય નેતાઓ અને છીછરી માનસિકતા ધરાવતા તત્વો સમયાંતરે ધર્મવાદ,કોમવાદ કે પ્રાંતવાદના નામે પોતાનું અસ્તિત્વ કાયમ રાખવા યત્નશિલ રહે છે યાતો કોઈને કોઈ છમકલાં કરી પોતાનું નિમ્ન હરકતો છતી કરતા હોય છે.જેનો આપણે રોજિંદા જીવનમાં અહેસાસ પણ કરતા હોઈયે છીયે.
દેશમાં આજે હિન્દુ-મુસ્લિમના નામે વિશાળ ખાઈ ઉભી થઈ છે અને તે માટે દેશની રાજકીય તાકાતો અને ભાગલાવાદી તત્વો જવાબદાર છે.તેમણે દંગા,ફસાદો,હુલ્લડો દ્વારા જાણતાં અજાણતાં કોમવાદી ઝેર ભર્યું છે અને તે જવાબદાર છે.આ તત્વો બધા ધર્મો કે સંપ્રદાયોમાં હોય છે તેમને માત્ર સત્તાની ભુખ અને ગેરમાર્ગે દોરવાની ટેવ હોય છે.
તાજેતરમાં હિન્દું ધર્મના બની બેઠેલા ગોડ ફાધર મોહન ભાગવતે પણ એક વિવાદાસ્પદ નિવેદન આપીને હંગામો મચાવી દીધો છે( જોકે આ તત્વોને વિકૃત અને ગેરમાર્ગે દોરનારા નિવેદન આપવાની આદત હોય છે) તેમણે જણાવ્યું કે જો ઈગ્લેંન્ડમાં રહેનાર અંગ્રેજ,અમેરિકામાં રહેનાર અમેરિકન,જર્મનમાં રહેનાર જર્મન છે તો હિન્દુંસ્તાનમાં રહેનાર હિન્દું કેમ નહી??
તેઓ ભુલી જાય છે કે ગેરમાર્ગે દોરે છે તે ખબર નથી પરંતું, ભારતમાં રહેનાર દરેક પ્રથમ ભારતિય છે,અને દરેકને ભારતિય હોવાનો ગર્વ પણ હોય..આ ભાગવતને ના તો ભારતિય હોવાનો કોઈ ગર્વ છે ફક્ત હિન્દું રહેવું છે,ભારતિય નહી.
આવા ઉશ્કેરનારા તત્વો કે લોકો ત્યાં સુધી જ ટકી શકે છે કે જ્યાં સુધી લોકોમાં સાચી સમજ નથી હોતી.દેશ ભક્તિ અને સમાજ સેવા તેમજ માનવતાથી કોઈ ધર્મ મોટો નથી,આપસમાં ઝગડાવે તે ધર્મ નહી પરંતું ધર્મના નામે ચાલતું કલંક છે.આ કલંકથી દૂર થઈ સાચી જાગૃતિ કેલવાય તે વર્તમાન સમયની પ્રબળ માંગ છે.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.