રાકજકીય
પક્ષોનો સત્તા એજન્ડા
ભારત
વર્ષમાં અત્યારે લોકશાહીનો
માહોલ પુરજોશમાં જામ્યો
છે.દરેક
રાજકીય પક્ષો પોતાનો એક્કો
ખરો કરવામાં એડીચોટીનું જોર
લગાવી રહ્યા છે.દરેક
વખતની લોકસભાની ચૂંટણી કરતાં
આ વખતની લોકસભાની ચૂંટણી ઘણા
પ્રકારે અલગ અંદાજમાં યોજાઈ
રહી છે.છેલ્લા
કેટલાય સમયથી ભષ્ટ્રાચારથી
ત્રસ્ત લોકોએ આંદોલન છેડી એક
અલગ રાજકીય પાર્ટીની રચના
કરી છે.આ
રાજકીય પક્ષે દિલ્હી વિધાનસભામાં
જળહળતી સફળતા હાંસલ કરતા આ
આમ આદમી પક્ષને રાષ્ટ્રીય
ક્ષેત્રે પ્રચંડ સમર્થન
પ્રાપ્ત થયું છે.આ
આંદોલનના થીંક ટેંક સમાન
અરવિંદ કેજરીવાલ વારાણસીથી
નરેન્દ્ર મોદી સામે આ લોકસભાના
જંગમાં પ્રતિદ્વંદ્વી તરીકે
ટક્કર આપી રહ્યા છે.આ
ભષ્ટ્રાચારના આંદોલનના સહારે
તેઓ દિલ્હીમાં તાકાત બનાવવાનાં
સ્વપ્નો જોઈ રહ્યા છે.
ભાજપ
પણ છેલ્લા દસ વર્ષથી શાશન કરી
રહેલા કોંગ્રેસના ભષ્ટ્રાચાર
અને એન્ટી ઈન્કમ્બન્સીનો
ફાયદો ઉઠાવી તેમજ નરેન્દ્ર
મોદીના જાદુઈ કરીશ્માના સહારે
દીલ્હી પ્રાપ્ત કરવાના સપના
જોઈ રહ્યું છે.નરેન્દ્ર
મોદી પણ પોતે વડાપ્રધાન હોય
તેમ બેફામ વાણી વિલાસ અને
સામ,દામ,દંડ,ભેદ
અખત્યાર કરી વડાપ્રધાન બનવા
નૈતિકતાથી ખુબ દૂર નિકળી ગયા
છે અને 272+ બેઠકો
મેળવી વડાપ્રધાન બનવાની
મહત્વકાંક્ષા સેવી રહ્યા છે.
કોંગ્રેસ
પક્ષ અત્યારે ડુબતા વહાણની
સ્થિતિ સમાન છે અને તે સરેરાશ
દેખાવ કરે તેવા પ્રબળ સંજોગો
પણ છે.પરંતું
અત્યારે જે સમૃહ માધ્યમો
કોંગ્રેસનો કંગાળ દેખાવ દેખાડે
છે તે વધુ પડતો છે.આજે
પણ કોંગ્રેસ પાસે તેની સ્થાપિત
કહી શકાય તેવી વોટ બેન્ક છે
અને તે મોદીના(ભાજપના
નહી) સપના
ચકનાચૂર પણ કરી શકે છે.કોંગ્રેસને
પણ કોઈ ચમત્કાર અને નારાજ
કોંગ્રેસી મતો ધ્રુવિકરણ થઈ
ભાજપને ના મળે તેવા ડેમેજ
કંટ્રોલ થકી સત્તા સ્થાને
હેટ્રીક મારવાની હજુ પણ સંપૂર્ણ
આશા છે.
ભાજપ
એટલેકે નરેન્દ્ર મોદી(હવે
ભાજપ જેવુ કોઈ અસ્તિત્વ જ નથી
ફક્ત મોદી ભક્તિ અને મોદી
મેનિયા ચાલે છે) સૌથી
મોટા પક્ષ તરીકે ઉભરી આવશે
તો પણ તેમને વડાપ્રધાન પદે
બેસવું ઘણું અઘરુ હશે!!બિન
સાંપ્રદાયિક પરીબળો અને મોદીના
ભુતકાળના જિવનને ઓળખતા આ
રાજકારણીયો કોઈપણ ભોગે મોદીને
સત્તા સ્થાનેથી દૂર રાખવા
યત્નશીલ હશે તે ચોક્કસ છે તો
બીજી તરફ મોદી અને ભાજપ કેન્દ્રમાં
પોતાના અસ્તિત્વ માટે સત્તા
મેળવવા તમામ નિતિ નિયમો નેવે
મુકી કોઈપણ પ્રકારના ગઠબંધન
અને સમજૂતિઓ કરશે તે નિસંદેહ
છે.આમ,આવનારો
સમય દેશને અલગ પ્રકારના સમીકરણો
આપનારો બની રહેશે તે ચોક્કસ
છે.
No comments:
Post a Comment
thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.