Monday, 14 April 2014

શબ્દાંજલિઃવિરલ વ્યક્તિ આંબેડકર

શબ્દાંજલિઃવિરલ વ્યક્તિ આંબેડકર







ભારતિય બંધારણના ધડવૈયા અને આધુનિક ભારતિય સંસ્કૃતિના આધસ્થાપક અને સમતાના હિમાયતી ડૉ.ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ એટલે તેમની યશોગાથાને યાદ કરી હકારાત્મક અને નકારાત્મક રીતે બિરદાવવાનો દિવસ.
બહુવિધ પ્રતિભાસંપન્ન ડૉ.આંબેડકરને આજની પેઢીએ માત્ર દલિત કે પછાત વર્ગના નેતા બનાવી દીધા છે.વાસ્તવિકતા છેકે તેઓ સમગ્ર વિશ્વના એક સર્વ ગુણ પ્રતિભાસંપન્ન એતિહાસિક વિદ્વાન નેતા હતા.તમામ જાતિ અને ધર્મોમાં સમાનતા અને સદ્દભાવના તેમના બંધારણની અનોખી દેન છે.હિન્દું,મુસ્લિમ સહીત તમામ સમાજોના પછાત અને દલિત વર્ગોને સામાજિક પૃષ્ઠભૂમિ આપવાનું કામ આ મહામાનવે કર્યુ હતું.ગોળમેજી પરીષદમાં અંગ્રેજો સામે ખુલ્લા શબ્દોમાં આઝાદીની માગણી કરનાર આંબેડકર એક રાષ્ટ્રવાદી નેતૃત્વ ધરાવતા હતા.
આંબેડકરની જન્મ જયંતિ અને તેમની પૂણ્યતિથિ યાદ કરીને નેતાઓ અને તેમનો ચાહક વર્ગ તેમને શ્રધ્ધાંજલિ અને પૃષ્પાંજલિ અર્પણ કરે છે.જે તેમને મળતી અંજલિઓ અધૂરી છે.આ મહામાનવનો સંદેશ દેશ માંથી અદશ્ય થઈ ગયો છે જે યાદ કરી બીજી ક્રાંતિ કરવાની તાતી જરુર છે.સંસદમાં આંબેડકરે જણાવ્યું હતું કે,આપણા દેશનું બંધારણ તમામ રીતે સક્ષમ અને તાકાતવાન છે,તથા પ્રજાને એકસુત્રતાથી બાંધી શકે તેમ છે,છતાં પણ બંધારણથી વિપરીત શાશન થાય તો બંધારણને દોશિત ના ગણતાં શાશકોની અધમતાને જવાબદાર ગણજો.આ બધુ એટલા માટે યાદ આવે છેકે આજે પાંસઠ વર્ષે પુરવાર થઈ રહ્યુ છે.દેશની અધમતાને કારણે આજે બંધારણતો શું દેશ પણ ખતરામાં મુકાઈ રહ્યો છે.હવે સમયની માંગ છેકે અંજલિઓ,ભાષણો,લખાણો કરવાને બદલે તેમના આદર્શો અને આદેશો પ્રમાણે ચાલવાની સમાજે અને દેશને તાતી જરુરીયાત છે.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.