BJP |
NCP |
INC |
વિધાનસભાની ચૂંટણીના નતિજાથી લોકોના જનાદેશ અને ભગવાવાદી લહેરનો ચિતાર દેશ સમક્ષ પ્રસ્તુત થયો. જનમાનસમાં ઉતરેલો કોંગ્રેસ વિરુદ્ધ જુવાળ ફરી ઉપસી આવ્યો. બંન્ને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી જેમાં હરીયાણામાં કોંગ્રેસની સપષ્ટ બહુમતિવાળી સરકાર હતી જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીના સંયુક્ત ગઠબંધન ધરાવતી સરકાર હતી.
ચૂંટણી વખતે તમામ ગઠબંધનો તુટી પડ્યા હતા અને ભાજપ- શિવસેના તેમજ કોંગ્રેસ- એનસીપી સ્વતંત્ર ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી બાદ નવા સમીકરણો તૈયાર કરનાર પરીણામોથી પુનઃ ગઠબંધનવાળી સરકાર આવી અને તેનું કોકડુ ગુચવાયું પણ છે.
ભાજપે અને શિવસેનાએ ગઠબંધન તોડતાં શિવસેનાને એક સરકારમાં સામેલ થવાનો મોકો ગુમાવ્યો છે જ્યારે એનસીપીએ કોંગ્રેસ સાથે ગઠબંધન તોડી ફરીથી સત્તાધારી પક્ષ સાથે જોડાવાનો મોકો પ્રાપ્ત થયો છે. બંન્ને પક્ષોનું ગઠબંધન રચાશે અને સરકાર બનશે તો તે કંઈ ચમત્કાર નહી પણ ઘણા સમયથી થતા પરીવર્તનનું એક પરીણામ હશે.
No comments:
Post a Comment
thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.