દેશના વિકાસમાં સામાન્ય માનવીથી ઉદ્યોગપતિઓ અને રાજકીય મુત્સદીઓ સુધી સૌ કોઈનું પ્રદાન મહત્વપૂર્ણ હોય છે. દેશના જીડીપીને વધારવામાં જેટલો ફાળો ગરીબ કે સામાન્ય મજૂરનો હોય છે તેટલો જ ફાળો એક ઉદ્યોગપતિનો પણ હોય છે. કદાચ ગરીબ વ્યક્તિનો ફાળો વધારે પણ હોય તો નવાઈ ન ગણાય.
જો આટલુ પ્રદાન એક સામાન્ય માણસ પોતાના દેશ માટે આપી શકતો હોય તો તેને મળતી અવસરની અપુરતી તકો તેના વિકાસના રથને અટકાવે તે સ્વાભાવિક છે. દેશમાં દરેક નાગરીકને અસમાનતાઓનો સામનો કરવો પડે છે. તે સામાજિક સ્તરથી શરુ કરી રાજકીય કે અવસરીય તકોમાં અસમાનતા સામેલ છે.
આ અવસરની અપુરતી તકોનું નિર્માણ કરવામાં સરકારો અગ્ર ભૂમિકા નિભાવતી હોય છે. રાજ્યોમાં ઠેર ઠેર યોજાતી વાઈબ્રન્ટ સમિટો તેનું એક તાદ્રશ ઉદાહરણ ગણી શકાય. દેશમાં ઔદ્યોગિક વિકાસ ઉભો કરવામાં સરકારો ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને શક્યતઃ તમામ સવલતો પુરી પાડતી હોય છે. આ રીતે તેઓ વિકાસ કરતાં પોતાના પાયા મજબૂત કરવામાં વધુ રસ ધરાવે છે. ગુજરાતમાં છેલ્લે સાતમી વાઈબ્રન્ટ સમિટ યોજાઈ જે ભવ્યાતિભવ્ય હતી. આ ત્રણ દિવસીય સમિટમાં સરકારના આંકડાઓ મુજબ અબજો કરોડ રૂપીયાના રોકાણ માટેના એમઓયુ થયા( હા એ પ્રશ્ન મહત્વનો નથી કે આ એમઓયુ થયા એટલે તેટલું રોકાણ થશે કે કેમ?)
આજ સુધીમાં સાત જેટલા એમઓયુ થવા પામ્યા છે જેમાં સરકારે ઉદ્યોગપતિઓ, વ્યાપારી પ્રતિનિધિઓ અને રાજકિય માંધાતાઓની પાછળ ધૂમ ખર્ચા કર્યા છે. એ પ્રશ્ન મહત્વપૂર્ણ છેકે, જેટલો ખર્ચ વાઈબ્રન્ટ સમિટો યોજવા પાછળ કરવામાં આવે છે તેટલું રોકાણ થવા પામે છે કે કેમ?
કરોડપતિઓ અને મોટા ઉદ્યોગગૃહોને નજર સમક્ષ રાખીને તેમની સાથે આ રીતે રાજ્યના વિકાસની ઓડીયો રજુ કરવામાં આવે છે જે સામાન્ય લોકોની સામે કેમ કરવામાં નથી આવતી. ચૂંટણીઓ સિવાય કેમ રાજકિય પક્ષોના એજન્ડામાંથી અદના આદમીની બાદબાકી કરવામાં આવતી હોય છે. આ વાયબ્રન્ટ સમિટ, ન્યુયોર્ક કોન્કલેવ હોય કે ગ્લોબલ બિઝનેસ સમિટ હોય ક્યાંય સામાન્ય માણસને તકો આપવાની કે તેને સ્વાયતતા પુરી પાડવાની વાત નથી. દરેકને સામાન્ય માણસ પાસેથી પોતાના સંસાધનો લૂંટી મુઠ્ઠીભર લોકોને પુરા પાડવાની એક હિલચાલ દેશના રાજકારણમાં વ્યાપી છે.
આગામી સમય જ્યારે ક્રાંતિનો હશે અને કોઈ સંસાધનો પર ચાલતી લૂંટ રોકવા પ્રયત્ન કરશે તે દેશનો મુખ્ય દુશ્મન હોય તેમ દાઉદ કે અફઝલ હોય તો નવાઈ નહી. પરંતું, તેની પરવા કર્યા સિવાય ગરીબ અને સામાન્ય આદમીના મોં માંથી કોળીયો ન ઝૂંટવાય તે માટે વહેલા મોડા દરેકે સમજવું રહ્યું.

writing article in my office |

No comments:
Post a Comment
thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.