RTI




Right to Information Act-2005:-

Right to Information(Amendment) 2014:-

માહિતી અધિકાર અધિનિયમ 2005થી સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવ્યો છે. આ અધિનિયમથી દેશનો કોઈપણ નાગરિક જાહેર સંસ્થાઓ પાસેથી માહિતીની માંગ કરી શકે છે અને જાહેર સંસ્થાઓએ આ માહિતી અરજદારને પુરી પાડવાની રહે છે.

 માહિતી અધિકાર અધિનિયમ (ગુજરાતી):-

માહિતી અધિકાર અધિનિયમ એક્ટ-2005 ગુજરાતીમાં તમામ માહિતી ઉપલબ્ધ ફક્ત ઉપરની એક લિંક ક્લિક કરતાંની સાથેજ મળી રહેશે. માહિતી અધિકાર હેઠળ મુંજવતા સવાલોના જવાબો મેળવો ઉપરની એક ક્લિક પર જ..વધુ માહિતી માટે તમે અમને તમારા સવાલો કે અભિપ્રાયો જણાવી શકો છો.

માહિતી અધિકાર માટેનું નિયત નમૂનાનું ફોર્મ (નમૂનો - ક)

માહિતી અધિકારી પાસે માહિતીની માંગણી કરવા નિયત નમૂનામાં અરજી કરવી ફરજીયાત નથી પરંતું તે માટેનું નિયત નમૂનાનું ફોર્મ પ્રસ્તુત કરી શકો છો. માહિતી આ માટેનું નિયત નમુનાનું ફોર્મ તમે વાપરી સરળતાથી માહિતી માંગી શકો છો.અને તમારી માહિતીની વિગતો સપષ્ટ રજુ કરી શકો છો.

માહિતી મેળવવા ભરવી પડતી ફીની જાણ કરતો પત્ર(નમૂનો ખ):-

અરજદારે માહિતીની માંગણી કર્યા બાદ ત્રીસ દિવસમાં માહિતી આપવાની હોય છે. તે માટે માહિતી અધિકારી અરજદારને માહિતી માટે ફી ભરવા જાણ કરે છે. માહિતી અધિકારી અરજદારને નમૂના-ખ માં જાણ કરી ફી ભરવા જણાવે છે.
ખાસ નોધઃ- બીપીએલ પરીવારના સભ્યને અરજી કરતી વખતે રેશનકાર્ડ કે બીપીએલના દાખલાની નકલ સામેલ કરવાથી ફી ભરવાની રહેતી નથી.

માહિતી અંગે જાણ કરવા માટેનું ફોર્મ(નમૂનો- ગ):-

માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજદારને ત્રીસ દિવસમાં માહિતી પુરી પાડવાની જોગવાઈ છે. આ સમયમાં માહિતી પુરી પાડવા અંગેની જાણ નમૂના ગ મુજબ કરવામાં અાવે છે. અને સંબંધિત માહિતી પુરી પાડવાની જોગવાઈ આરટીઆઈ અધિનિયમ-2005 ના નિયમ 4(1) મુજબ કરવામાં આવે છે. જો માહિતી પુરી પાડવામાં ના આવે તેવી હોય ત્યારે તેની અસ્વીકાર કરતી જાણ પણ અરજદારને ઉપયુક્ત નમૂના મુજબ કરવામાં આવે છે.

માહિતી અધિકાર ઈન્ફરમેશન અને ટેક્નોલોજી વિભાગઃ-

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.