Sunday 19 October 2014

shreya ghoshal video




વિધાનસભા જંગઃ હરીયાણામાં ભાજપને જનાદેશ તો મહારાષ્ટ્રમાં કોકડું ગુચવાયું


 મહારાષ્ટ્ર અને હરીયાણાની વિધાનસભા ચૂંટણી જંગના પરીણામો આવી જતાં જનાદેશ સપષ્ટ થઈ ગયો છે. બંન્ને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે જ્યારે કોંગ્રેસની કારમી હાર થવા પામી છે. જોકે, હરીયાણામાં ભાજપને સપષ્ટ બહુમતિ મળી છે જ્યારે મહારાષ્ટ્રની જનતાએ કોઈ પક્ષને બહુમતિ ન આપતાં પુનઃ ગઠબંધન સરકારની સ્થિતિ ઉભી થઈ છે.

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ બાદ બંન્ને રાજ્યોમાં સામાન્ય ચૂંટણીઓ આવી હોવાથી સમગ્ર દેશની નજર આ બંન્ને રાજ્યોના જનાદેશ પર હતી. ખુબ રસાકસી પૂર્ણ અને ગઠબંધન વગર સ્વતંત્ર રીતે લડાયેલ આ ચૂંટણીમાં ભાજપને મહારાષ્ટ્ર અને હરીયાણામાં સફળતા મળી છે. હરીયાણામાં ભાજપે પ્રથમ વખત એકલા હાથે ચૂંટણી લડી બહુમતિ મેળવી છે જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ભંગાણ થતાં એકલા હાથે ચૂંટણી લડી હતી જેમાં ભાજપને પૂર્ણ બહુમતિ મળી નથી પરંતું સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે.
ભાજપે જીતનો સીલસીલો જાળવી રાખતાં કાર્યકરોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો અને ઠેરઠેર ફટાકડા ફોડીને તેમજ મિઠાઈઓ વહેચીને દિવાળીનો જશ્ન મનાવ્યો હતો.ભાજપે જનાદેશ આપવા બદલ બંન્ને રાજ્યની જનતાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ જીતને મોદીની લહેર તેમજ ભાજપ અધ્યક્ષ અમિત શાહની મહેનતની આભારી ગણાવી હતી. કોંગ્રેસ,એનસીપી સહીત અન્ય પક્ષોએ પણ આ જનાદેશનો સ્વિકાર કર્યો હતો.
ભાજપ સંસદીય દળની બેઠકમાં મહારાષ્ટ્ર અને હરીયાણામાં સરકારની રચના અંગે નિર્ણય લેવામાં આવશે તેમ બીજેપી અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
*રાજ્યવાર બેઠકોનું ચિત્ર આ મુજબ છેઃ
*હરીયાણા-
હરીયાણામાં 90 બેઠકોમાંથી ભાજપને 47 બેઠકો પ્રાપ્ત થઈ છે જ્યારે ઈન્ડિયન નેશનલ લોક દળને 19 બેઠકો, કોંગ્રેસ પક્ષને 15 બેઠકો સાથે ત્રીજા સ્થાને, જનહિત કોંગ્રેસને 2 બેઠકો મળી છે તેમજ અન્યને 20 બેઠકો મળવા પામી છે.
*મહારાષ્ટ્ર-
મહારાષ્ટ્રની વિધાનસભામાં 288 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં કોઈ એક પક્ષને સપષ્ટ બહુમતિ ન મળતાં ગઠબંધન સરકારની સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યમાં 122 બેઠકો સાથે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, જ્યારે શિવસેના 60 બેઠકો સાથે દ્વિતિય નંબરે ઉભરી આવ્યું છે. કોંગ્રેસ અને એનસીપી અનુક્રમે 42 અને 41 બેઠકો મેળવી છે.જ્યારે અન્ય પક્ષોને ફાળે 20 બેઠકો ગઈ છે. ભાજપે અન્ય સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કર્યું હતું.જે સંયુક્ત પક્ષોના ફાળે 122 બેઠકો મળી છે.

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરીણામો પછીનું કોકડું?



BJP
NCP


INC


વિધાનસભાની ચૂંટણીના નતિજાથી લોકોના જનાદેશ અને ભગવાવાદી લહેરનો ચિતાર દેશ સમક્ષ પ્રસ્તુત થયો. જનમાનસમાં ઉતરેલો કોંગ્રેસ વિરુદ્ધ જુવાળ ફરી ઉપસી આવ્યો. બંન્ને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી જેમાં હરીયાણામાં કોંગ્રેસની સપષ્ટ બહુમતિવાળી સરકાર હતી જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીના સંયુક્ત ગઠબંધન ધરાવતી સરકાર હતી.
ચૂંટણી વખતે તમામ ગઠબંધનો તુટી પડ્યા હતા અને ભાજપ- શિવસેના તેમજ કોંગ્રેસ- એનસીપી સ્વતંત્ર ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી બાદ નવા સમીકરણો તૈયાર કરનાર પરીણામોથી પુનઃ ગઠબંધનવાળી સરકાર આવી અને તેનું કોકડુ ગુચવાયું પણ છે.
ભાજપે અને શિવસેનાએ ગઠબંધન તોડતાં શિવસેનાને એક સરકારમાં સામેલ થવાનો મોકો ગુમાવ્યો છે જ્યારે એનસીપીએ કોંગ્રેસ સાથે ગઠબંધન તોડી ફરીથી સત્તાધારી પક્ષ સાથે જોડાવાનો મોકો પ્રાપ્ત થયો છે. બંન્ને પક્ષોનું ગઠબંધન રચાશે અને સરકાર બનશે તો તે કંઈ ચમત્કાર નહી પણ ઘણા સમયથી થતા પરીવર્તનનું એક પરીણામ હશે.

Saturday 18 October 2014

Gujarat Model reality Agenda of Backfoot

Prime Minister Narendra Modi has promised India’s youth a bright future. As he is well aware, realizing that promise will depend on dramatically increasing educational quality and opportunity for the 600 million Indians under age 25, many of whom lack basic reading and math skills. In its 2014 Election Manifesto, Mr. Modi’s party, the Bharatiya Janata Party, called education “the most powerful tool for the advancement of the nation and the most potent weapon to fight poverty.” The question now is whether educational reform will be used not just to create an educated citizenry and trained work force but also to promote a particular ideology.
While campaigning ahead of the May election, Mr. Modi, then the chief minister of the state of Gujarat, promised to bring the “Gujarat model” to national governance. Many voters understood this to mean a commitment to a more dynamic economy. But the Gujarat model has a less attractive side to it: a requirement that the state’s curriculum include several textbooks written by Dinanath Batra, a scholar dedicated to recasting India’s history through the prism of the Hindu right wing.
In February, Mr. Batra led a successful effort to pressure Penguin India to withdraw copies of a book by Wendy Doniger, a religion professor at the University of Chicago, which he felt insulted Hinduism. Then, in June, the Gujarat government directed that several of Mr. Batra’s own books be added to the state’s curriculum. Mr. Batra’s teachings range from the trivial to assertions that simply cannot be taken seriously. His books advise students not to celebrate birthdays with cakes and candles, a practice Mr. Batra considers non-Indian. More troublingly, they instruct students to draw maps of “Akhand Bharat,” a greater India, presumably restored to its rightful boundaries, that include Bangladesh, Sri Lanka, Tibet, Nepal, Pakistan and Afghanistan. Mr. Batra also believes that aircraft, automobiles and nuclear weapons existed in ancient India, and he wants children to learn these so-called facts.
In 1999, the national government, then led by the Bharatiya Janata Party, put Mr. Batra in charge of rewriting history textbooks to reflect these and other views of the Hindu right. Now it appears that the party intends to pick up where it left off when it was voted out of power in 2004. Mr. Batra says Smriti Zubin Irani, the minister of human resource development, has assured him his books will soon be a part of the national curriculum. The education of youth is too important to the country’s future to allow it to be hijacked by ideology that trumps historical facts, arbitrarily decides which cultural practices are Indian, and creates dangerous notions of India’s place alongside its neighbors.

Friday 10 October 2014

મલાલા અને ભારતિય કૈલાસ સત્યાર્થીને શાંતિનો નોબલ પુરસ્કાર મળ્યો



નોર્વેના પાટનગરમાં અલગ અલગ કેટેગરીમાં સુવિખ્યાત નોબલ પ્રાઇઝના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ નોબલ શાંતિ પુરસ્કારના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2014ના નોબલ શાંતિ પુરસ્કાર માટે ભારતના કૈલાસ સત્યાર્થીની અને પાકિસ્તાનની મલાલા યુસુફઝાઇની સંયુક્ત રીતે પસંદગી કરવામાં આવી છે.

 કૈલાસ સત્યાર્થી ભારતમાં 'બચપન બચાઓ આંદોલન' સાથે જોડાયેલા ટોચના નેતા છે જ્યારે મલાલાએ પાકિસ્તાની તાલિબાની વિસ્તારમાં મહિલા શિક્ષણ માટે નક્કર કામ કર્યું છે જેના કારણે તે એકવાર તાલિબાનોની ગોળીનો પણ ભોગ બની ચૂકી છે.
મુળ એશિયન બન્ને વ્યક્તિઓની પસંદગી 278 દાવેદારોના લિસ્ટમાંથી કરવામાં આવી હતી. નોબલ કમિટીએ આપેલી માહિતી પ્રમાણે આ લિસ્ટમાં 47 જેટલી સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પહેલાં 2013માં આ યાદીમાં 259 દાવેદારો હતા જેની સંખ્યા આ વર્ષ વધી ગઈ હતી.
આ નોબેલ પ્રાઇસ વિજેતાઓને 1.1 મિલીયન ડોલર જેટલી રકમ ઇનામરૂપે આપવામાં આવશે. હકીકતમાં 1895માં નોબલ પારિતોષિકની સ્થાપના કરનાર સ્વિડનના ઉદ્યોગપતિ આલ્ફ્રેડ નોબલની 10 ડિસેમ્બરના દિવસે મૃત્યુતિથિ છે અને આ દિવસે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં આ ઇનામનું વિતરણ કરવામાં આવે છે.
આ ઈનામ બંન્ને દેશોને એવા સમયે ફાળવાયું છે કે, બંન્ને દેશો એકબીજાના લોહીના તરસ્યા હોય તેમ સામસામે ગોળીબાર કરી રહ્યા છે ત્યારે બંન્ને દેશોને શાંતિનો પૈગામ આપતો આ એવોર્ડ આવનારા સમયમાં રાજનિતિ મુક્ત સંબંધોને સુદ્રઢ બનાવશે તેવી આશા રાખીએ..

Tuesday 7 October 2014

ઉત્તર ગુજરાતના તાલુકાઓમાં દેશી અને વિદેશી દારૂ પર રોક લગાવવા પોલીસ અધિક્ષકને પત્ર

                                                                                                                                આસલ નારણભાઈ ડી.
                                                                                                                                હૈદરાબાદ,તેલાંગાણા,
                                                                                                                                તારીખઃ- 10/6/2014
                                                                                                      
માનનિય પોલીસ અધિક્ષક સાહેબશ્રી,
બનાસકાંઠા પોલીસ, પાલનપુર
વિષયઃ- સરહદીય વિસ્તારના તાલુકાઓમાં દેશી તેમજ વિદેશી દારૂઓની રેલમછેલ અટકાવવા પગલાં લેવા બાબત
સવિનય સહ ઉપરોક્ત વિષયના અનુંસંધાને જણાવવાનું કે, આપની પ્રસંશનિય કામગીરી વખાણવા લાયક અને પોલીસ બેડામાં ઉત્તમ ઉદાહરણ રૂપ છે ત્યારે આપને સવિનય સહ જણાવવાનું કે, ગત્ત્ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડીયામાં પંથકની એક મુલાકાત દરમ્યાન ધ્યાનમાં આવેલી આ બાબતો પર આપને વિનંતી સહ જણાવું છું કે, સરહદીય તાલુકાના વિસ્તારોમાં રાજસ્થાન સ્થિત વિસ્તારોમાંથી ગેર કાયદે દારૂની ઘુસણખોરી વધી રહી છે. તેમજ વધુમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ વ્યાપક પ્રમાણમાં વધી ગઈ છે.
નશીલી દવાઓ અને દારૂની લતે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, સમાજમાં એક દૂષણ ઉભુ થયું છે. સમાજમાં પરીણામે ઝગડા,તોફાનો જેવી દહેશત વધે છે. સામાન્ય નાગરીકને ખુબ મુશ્કેલી પણ ઉભી થાય છે ત્યારે આવા તત્વો પર અંકૂશ મેળવવા તેમજ ગેરકાનૂની ધંધામાં રોકાયેલા લોકોને ખુલ્લા પાડવા કાર્ય કરશો તેવી અપેક્ષા સહ....
                                                                                                                                  આપનો વિશ્વાસું
                                                                                                                                   નારણ આસલ