Thursday 15 October 2015

धर्म परीवर्तन से बदलाव संभव है, कब करते हो शरुआत

डॉ. बाबा साहेब भीम राव आंबेडकर ने 31 मई, 1936 को दादर (बम्बई ) में "धर्म परिवर्तन क्यों? " विषय पर बोलते हुए अपने विस्तृत भाषण में कहा था , " मैं स्पष्ट शब्दों में कहना चाहता हूँ कि मनुष्य धर्म  के लिए नहीं बल्कि  धर्म मनुष्य के लिए है. अगर मनुष्यता की प्राप्ति करनी है तो धर्म परिवर्तन करो. समानता और सम्मान  चाहिए तो धर्म परिवर्तन करो. स्वतंत्रता से जीविका  उपार्जन करना चाहते हो धर्म परिवर्तन करो. अपने परिवार और कौम को सुखी बनाना चाहते हो तो धर्म परिवर्तन करो." इसी तरह 14 अक्टूबर, 1956 को धर्म परिवर्तन करने के बाद बाबा साहेब ने कहा था, "आज मेरा नया जन्म हुआ है."
आइए अब देखा जाये कि बाबा साहेब ने धर्म परिवर्तन के जिन उद्देश्यों और संभावनाओं का ज़िकर किया था, उन की पूर्ती किस हद तक हुयी है और हो रही है. सब  से पहले यह देखना  उचित होगा कि बौद्ध धर्म परिवर्तन कि गति कैसी है. सन 2011 की जन गणना के अनुसार भारत में बौद्धों की जनसँख्या लगभग 84 लाख है जो कि कुल जन संख्या का लगभग 0.7 प्रतिशत है. इस में परम्परागत बौद्धों की जन संख्या बहुत ही कम है और  यह हिन्दू दलितों में से धर्म परिवर्तन करके  बने  नव बौद्ध ही हैं. इस में सब से अधिक बौद्ध महाराष्ट्र में 58.38 लाख, कर्नाटक  में 4.00  लाख और उत्तर प्रदेश में 3.02 लाख हैं. सन 2001 से सन 2011 की अवधि में बौद्धों की जनसँख्या में 6.1% की वृद्धि हुयी है. 

अब अगर नव बौद्धों में आये गुणात्मक परिवर्तन की तुलना हिदू दलितों से की जाये तो यह सिद्ध होता है कि नवबौद्ध हिन्दू दलितों से सभी  क्षेत्रों में  बहुत आगे बढ़ गए हैं जिस से बाबा साहेब के धर्म परिवर्तन के उद्देश्यों की पूर्ती होने की पुष्टि होती है. अगर सन 2001 की जन गणना से प्राप्त आंकड़ों के आधार पर नव बौद्धों की तुलना  हिन्दू दलितों से की जाये तो नव बौद्ध निम्नलिखित क्षेत्रो में हिन्दू दलितों से बहुत आगे पाए जाते हैं:-

1. लिंग अनुपात :- नव बौद्धों में स्त्रियों और पुरुषों का अनुपात 953 प्रति हज़ार है जबकि हिन्दू दलितों में यह अनुपात केवल 936 ही है. इस से यह सिद्ध होता है कि नव बौद्धों में महिलायों की स्थिति हिन्दू दलितों से बहुत अच्छी है. नव बौद्धों में महिलायों का उच्च अनुपात बौद्ध धर्म में महिलायों के समानता के दर्जे के अनुसार ही है जबकि हिन्दू दलितों में महिलायों का अनुपात हिन्दू धर्म में महिलायों के निम्न दर्जे के अनुसार है. नव बौद्धों में महिलायों का यह अनुपात हिन्दुओं के 931, मुसलमानों के 936, सिक्खों के 893 और जैनियों के 940 से भी अधिक है.

2. बच्चों (0-6 वर्ष तक )  का लिंग अनुपात:- उपरोक्त जन गणना के अनुसार नव बौद्धों में 0-6 वर्ष तक के बच्चों में लड़कियों और लड़कों का लिंग अनुपात 942 है जब कि हिन्दू दलितों में यह अनुपात 935 है. यहाँ भी लड़के और लड़कियों का लिंग अनुपात धर्म में  उन के स्थान  के अनुसार ही है. नव बौद्धों में यह अनुपात हिन्दुओं के 931, मुसलामानों के 936, सिक्खों के 893 और जैनियों के 940 से भी ऊँचा है.

3. शिक्षा दर :- नव बौद्धों में शिक्षा दर 72.7% है जबकि हिन्दू दलितों में यह दर सिर्फ 54.7% है. नव बौद्धों का शिक्षा दर हिन्दुओं के 65.1% , मुसलमानों के 59.1% और सिक्खों के 69.7% से भी अधिक है. इस से स्पष्ट तौर से  यह सिद्ध होता है कि बौद्ध धर्म में ज्ञान और शिक्षा को अधिक महत्त्व देने के कारण  ही नव बौद्धों ने शिक्षा के क्षेत्र में काफी तरक्की की है जो कि हिन्दू दलितों कि अपेक्षा बहुत अधिक है.

4. महिलायों का शिक्षा दर:- नव बौद्धों में  महिलायों का शिक्षा दर 61.7% है जब कि हिन्दू दलितों में यह दर  केवल 54.7%  ही है. नव बौद्धों में महिलायों का शिक्षा दर हिन्दू महिलायों के 52.3%, और मुसलमानों के 50.1% से भी अधिक है. इस से यह सिद्ध होता है कि नव बौद्धों में महिलायों की शिक्षा की ओर अधिक ध्यान दिया जाता है.

5. कार्य सहभागिता दर (नियमित रोज़गार):- नव बौद्धों में कार्य सहभागिता दर 40.6% है जब कि हिन्दू दलितों में यह दर 40.4% है.  नव  बौद्धों का  कार्य सहभागिता दर हिन्दुओं के  40.4%, मुसलमानों के  31.3%, ईसाईयों के  39.7%, सिखों के  37.7% और जैनियों के  32.7% से भी अधिक है. इस से यह सिद्ध होता है कि नव बौद्ध बाकी  सभी वर्गों के मुकाबले में नियमित नौकरी करने वालों की  श्रेणी में सब से आगे हैं जो कि उनकी उच्च शिक्षा दर के कारण ही संभव हो सका है. इस कारण वे हिन्दू दलितों से आर्थिक तौर पर भी अधिक संपन्न हैं.

उपरोक्त तुलनात्मक अध्ययन से स्पष्ट है कि नव बौद्धों में लिंग अनुपात, शिक्षा दर, महिलायों का शिक्षा दर और कार्य सहभागिता  की दर न केवल हिन्दू दलितों बल्कि हिन्दुओं, मुसलमानों, सिक्खों और जैनियों से भी आगे है. इस का मुख्य  कारण उन का धर्म परिवर्तन  करके मानसिक गुलामी से मुक्त हो कर प्रगतिशील होना ही है.

इसके अतिरिक्त अलग अलग शोधकर्ताओं द्वारा किये गए अध्ययनों में यह पाया गया है  कि दलितों के जिन जिन परिवारों और उप जातियों ने डॉ. आंबेडकर और बौद्ध  धर्म को अपनाया है उन्होंने हिन्दू दलितों की अपेक्षा अधिक तरक्की की है. उन्होंने ने पुराने गंदे पेशे छोड़ कर नए साफ सुथरे पेशे अपनाये हैं. उन में शिक्षा की ओर अधिक झुकाव पैदा हुआ है. वे भाग्यवाद से मुक्त हो कर अपने पैरों पर खड़े हो गए हैं. वे जातिगत  हीन भावना से मुक्त हो कर अधिक स्वाभिमानी हो गए हैं. वे धर्म के नाम पर होने वाले आर्थिक शोषण से  भी मुक्त हुए हैं और उन्होंने अपनी आर्थिक हालत सुधारी है. उनकी महिलायों और बच्चों की हालत हिन्दू दलितों से बहुत अच्छी है.

उपरोक्त संक्षिप्त विवेचन से यह सिद्ध होता है कि बौद्ध धर्म ही वास्तव में दलितों के कल्याण और मुक्ति का सही मार्ग है. नव बौद्धों ने थोड़े से समय में हिन्दू दलितों के मुकाबले में बहुत तरक्की की है, उन की नव बौद्धों के रूप में एक नयी पहिचान बनी है. वे पहिले की अपेक्षा अधिक स्वाभिमानी और प्रगतिशील बने हैं.  उनका दुनिया और धर्म के बारे में नजरिया अधिक तार्किक  और विज्ञानवादी बना है. नव बौद्धों में  धर्म परिवर्तन के माध्यम से आये परिवर्तन और उन द्वारा की गयी प्रगति से हिन्दू दलितों को प्रेरणा लेनी चाहिए. उनको हिन्दू धर्म की मानसिक गुलामी से मुक्त हो कर नव बौद्धों की तरह  आगे बढ़ना चाहिए. वे एक नयी पहिचान प्राप्त कर जातपात के नरक से बाहर निकल कर समानता और स्वतंत्रता प्राप्त कर सकते हैं. इस के साथ ही नव बौद्धों को भी अच्छे बौद्ध बन कर हिन्दू दलितों के सामने अच्छी उदाहरण पेश करनी चाहिए ताकि बाबा साहेब का भारत को  बौद्धमय बनाने का सपना जल्दी से जल्दी साकार हो सके.

Tuesday 16 June 2015

SMS દ્વારા વૈજ્ઞાનિક માહિતી આપવામાં ગુજરાત દેશમાં અગ્રેસર

કેન્દ્ર સરકાર દ્વારા mkisan portal તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર દેશભરના પશુપાલકો અને ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે માહિતગાર કરવામા આવે છે. આ પોર્ટલ પર એસ.એમ.એસથી વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની તુલનાએ પ્રથમ ક્રમાંકે રહ્યું છે. પોર્ટલ દ્વારા રાજ્યના ૬.૫૦ લાખ પશુપાલકોને ૧૫૭ લાખ એસએમએસ મોકલાયા છે.

રાજ્યના પશુપાલકોને પશુપાલન અંગેની વૈજ્ઞાનિક માહિતી અને માર્ગદર્શન એસ.એમ.એસ. મારફતે મોકલવામાં આવે છે. આ ઉપરાંત પશુપાલન વિભાગની રાજ્યની વિવિધ સહાયકારી યોજનાઓથી પણ લોકોને માહિતગાર કરવામાં આવે છે. કુદરતી આપત્તિ સમયે આ પ્રકારના મેસેજથી પશુઓના જાનમાલના રક્ષણ અંગે માહિતી આપીને નુકસાન થતું અટકાવવામાં આવે છે.
ગુજરાતની શ્વેતક્રાંતિ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. રાજ્યની અમુલ ડેરી અને બનાસ ડેરીની સફળતાનું શ્રેય સંપૂર્ણ રીતે રાજ્યના સક્ષમ પશુપાલન ઉદ્યોગને આભારી છે. આ પશુપાલન વ્યવસાયના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ સતત પ્રયત્નશીલ હોય છે. પશુપાલન ધારકોને સબસિડીની યોજના, લોન, પશુઓ માટે વીમો, પશુપાલનના સાધનો જેવી સહાય પ્રદાન કરવામાં આવે છે. આ તમામ પ્રકારની સહાયકારી યોજનાનો લાભ સીધો લાભાર્થીને મળી રહે તે માટે આ એસએમએસ સેવા શરૂ કરાવામાં આવી છે.

રાજ્યમાં તાજેતરમાં થયેલી પશુગણતરી દરમ્યાન 2,71,28,200 પશુઓની વિગતો બહાર આવી છે જેમાં, બનાસકાંઠામાં 25,44,836 પશુઓ નોંધાયા છે જે રાજ્યના તમામ જિલ્લાઓમાં અવ્વલ નંબરે છે. આ પશુઓના વિકાસ અને પશુપાલન વ્યવસાય દ્વારા પોતાનું જીવન ધોરણ ઉંચું લાવી રહેલા પશુપાલકો પશુઓનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરે તે વર્તમાન સમયમાં આવશ્યક પણ છે. સામાન્‍ય રીતે ઓછું દૂધ આપતાં, આંચળમાં ખામી, વારંવાર ઉથલા મારવાની કુટેવો, માટી, ખસી જવા જેવી બિમારીઓના સમયે ક્યા ક્યા પગલાં ભરવાં જોઈએ તેની માહિતી પણ પશુપાલકોને આપવામાં આવે છે.

રાજ્યના ખેડૂતો વૈજ્ઞાનિક માર્ગદર્શન અને કૃષિ તેમજ પશુપાલનલક્ષી માહિતી મેળવવા માટે કેન્દ્ર સરકારના mkisan portal પર રજીસ્ટ્રેશન કરાવીને જોડાઈ શકે છે. પશુપાલકોની સમસ્યાઓનું નિવારણ થાય છે. કિસાનો અને પશુપાલકોને મળતી સરકારી યોજનાઓ અંગેની માહિતી પણ આપવામાં આવે છે.

ગુજરાતમાં ફરજિયાત મતદાન અંગે સરકારની સ્થિતી કફોડી

ગુજરાત સરકારે ફરજિયાત મતદાન માટેનો કાયદો પસાર કરાવીને પોતે જ મુસીબતમાં મુકાઈ ગઈ છે. અગાઉ કાયદો પસાર કરાવવા માટે પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલ સામે સરકારે બાંયો ચઢાવી હતી. રાજ્યપાલ અને સરકાર આમને-સામને આવી ગયા હતા. ત્યાર પછી આ કાયદો વર્તમાન રાજ્યપાલ ઓ.પી. કોહલીએ મંજૂર કરતાં હવે આગામી 2015-16ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેને અમલમાં મુકવો કે કેમ તે મામલે સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
ગુજરાતમાં નરેન્દ્ર મોદીના શાસનમાં ફરજિયાત મતદાન વિધેયક વિધાનસભામાં બહુમતિના જોરે પસાર કરવામાં આવ્યું હતું પરંતુ, પૂર્વ રાજ્યપાલ કમલા બેનિવાલે આ બીલમાં વાંધા રજુ કરી નાગરિકોના અધિકારોનું હનન ગણાવી તેને નામંજૂર કર્યુ હતું. આ સમયે ભાજપે રાજ્યપાલ અને રાજભવનને કોંગ્રેસના હેડ ક્વાર્ટર તેમજ કોંગ્રેસના એજન્ટ ગણાવ્યા હતા. કેન્દ્રમાં સત્તા પરિવર્તન થયું અને એનડીએ શાસિત સરકારે ગુજરાતમાં નવા રાજ્યપાલ ઓ.પી. કોહલીને નિયુક્ત કર્યા. 2009ના વર્ષમાં રાજ્ય ચૂંટણી પંચે ફરજિયાત મતદાન માટે કાયદો ધડવાની જે સલાહ આપી તે આ વર્ષે કાયદામાં તો પરિવર્તિત કરવામાં આવી પરંતું હવે તેને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અમલમાં મુકવા મામલે સરકાર દ્વિધામાં જોવા મળી રહી છે.
રાજ્ય સરકાર જો આ કાયદાને અમલમાં મુકે તો જે અલ્પ સ્ટાફમાં વહિવટીતંત્ર ચાલી રહ્યું છે તેમની કામગીરીમાં વધારો થઈ શકે છે. મામલતદાર, ડે. કલેક્ટરો અને કલેક્ટરોની કામગીરીનું ભારણ વધી શકે છે. જે ફરજિયાત મતદાન ન કરે તેમને આરોપી ગણીને કાર્યવાહી સહીતની જવાબદારી જે તે સ્થાનિક મામલતદાર ઉપર વધી શકે છે. જો આ કાયદો સંપૂર્ણ રીતે લાગુ કરી દેવામાં આવે તો મતદાનની નિશ્ચિત કરેલી સમય મર્યાદામાં વધારો કરવાની પણ જરૂર પડી શકે છે.
આ કાયદાને લાવવાની રાજ્ય ચૂંટણી પંચે ભલામણ કરી અને તે માટે રાજ્ય સરકારે નાગરિકોના મંતવ્યો લેવાનું નાટક પણ કર્યું પરંતુ, વાસ્તવિક રીતે નાગરિકોના વાંધા સૂચનોને અવગણીને સરકારે રાજ્યપાલ પાસે બીલ તો પસાર કરાવી દીધું પરંતુ હવે, સલાહ આપનાર રાજ્ય ચૂંટણી પંચ અને બીલ પસાર કરાવવા રાજ્યપાલ પર માછલાં ધોતી સરકાર પાછી પાની કરી રહી છે. રાજ્યની વર્તમાન ભાજપ સરકારને રહી રહીને બ્રહ્મજ્ઞાન થયું કે, આ કાયદામાં રહેલી જોગવાઈઓની કેટલીક દુરોગામી અસરો પણ થઈ શકે છે. રાજ્યના પ્રધાનમંડળના કેટલાય સભ્યો અને વહિવટી અધિકારીઓ પણ આ કાયદાના અમલની વિરુદ્ઘ હોવાનું જાણવા મળે છે.
આ કાયદાને અમલમાં મુકવો કે કેમ તે અંગે અસમંજસમાં મુકાયેલી રાજ્ય સરકારે તાત્કાલિક પ્રધાનમંડળની બેઠક બોલાવી સલાહ મસલત કરી હતી. જે બેઠકમાં પ્રધાનમંડળના સદસ્યો તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પણ ફરજિયાત મતદાન અંગે વિરોધી સૂર હોવાનું જાણવા મળ્યું હતું.
આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીઓ અગાઉ લોકોમાં આ ફરજિયાત મતદાન કાયદાનો વિરોધ જોવા મળી રહ્યો છે. દેશના બંધારણે નાગરિકોને મતદાનનો અધિકાર આપ્યો છે ત્યારે, તેને ફરજિયાતના નામે થોપી શકાય નહી, તેવો સૂર આમ જનતામાં જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સરકાર પણ બચાવની સ્થિતિમાં આવીને રાજ્ય ચૂંટણીપંચે રજુ કરેલા વાંધાઓ દૂર કરવાની કવાયતમાં હોવાનું જોવા મળી રહ્યું છે.
રાજ્યમાં મતદારયાદીઓમાં પણ ભુલો છે. કેટલાય મતદારોના નામે પોતાના મત વિસ્તારોમાંથી બાકાત થવાના, તેમજ યોગ્ય વય થવા છતાં મતદાર યાદીમાં નામ દાખલ કરવા. તેમને ચૂંટણીકાર્ડ આપવા જેવી પાયાની બાબતો પૂર્ણ કરવામાં તંત્ર હજુ સફળ થયું નથી. ત્યારે આ ફરજિયાત મતદાનને જો આગામી ચૂંટણીઓમાં અમલમાં મુકવામાં રાજ્ય સરકાર કેટલી સફળ થાય છે અને તેના શું પ્રત્યાઘાતો પડે છે તે જોવું રહ્યું.

Tuesday 26 May 2015

કાંકરીયા ઝૂમાં પ્રાણીઓને ઠંડક આપવા વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ

ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીને કારણે લૂ લાગવાના અનેક બનાવો બને છે. ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ધોમધમતા તાપથી બચવા લોકો પોતાના ઘરોમાં, પંખા, એરકૂલર, એરકન્ડીશનનો આશરો લેતા હોય છે. આ સમયે માનવી તો અદ્યતન સાધનો અને સુવિધાઓથી પોતાનો બચાવ કરી લે છે, પરંતુ, કાળઝાળ ગરમીના સમયમાં અબોલ જીવોની હાલત અત્યંત વિકટ અને દયનિય થઈ જતી હોય છે. ઉનાળાની ઋતુમાં અબોલ પ્રાણીઓની દયનિય હાલત વખતે કેટલાય પ્રાણીપ્રેમીઓ પશુઓ અને પંખીઓને બચાવવા કે ગરમીના પ્રકોપથી ઉગારવાના અવનવા પ્રયોગો કરતા હોય છે.
અમદાવાદમાં આવેલું કાંકરીયા પ્રાણી સંગ્રહાલય દેશભરમાં પ્રખ્યાત છે. આ પ્રાણી સંગ્રહાલયમાં દેશ વિદેશના કેટલાય પ્રાણીઓને રાખવામાં આવ્યા છે. ઉનાળાની અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને પ્રાણીઓને ખાસ સુવિધા પ્રદાન કરવામાં આવી છે. પ્રાણી સંગ્રહાલયના સત્તાવાળાઓ દ્વારા અલગ-અલગ પદ્ધતિનો ઉપયોગ કરીને કાળઝાળ ગરમીની સીઝનમાં ઠંડક આપવામાં આવે છે. પ્રાણીઓને ખાસ કરીને ખસની ટટ્ટીઓ, ગ્રીનનેટ, એર કુલર સહિતની સુવિધાઓ પ્રાણી સંગ્રહાલયમાં ઉભી કરવામાં આવી છે. ખસની ટટ્ટીઓ પર દિવસ દરમ્યાન ત્રણથી ચાર વખત પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેથી શિતળતાનો આહ્વલાદક અહેસાસ પ્રાણીઓ અને પશુઓને થઈ શકે.
ગ્રીનનેટની મદદથી સૂર્યમાંથી આવતાં ઇન્ફારેડ કિરણોની તીવ્રતા 7થી8 ટકા ઘટાડી શકાય છે. પ્રાણીઓ અને પક્ષીઓને સૂર્યના સીધા કિરણોનો તાપ ન મળે તે માટે પાંજરામાં ગ્રીનનેટ લગાવવામાં આવી છે. સિંહ, વાઘ, દીપડો, અજગર, સાપ તેમજ આંદામાન જેવા ઠંડા વિસ્તારના કબૂતરો માટે પાંજરામાં કુલરની સુવિધા ઉભી કરવામાં આવી છે. દેશભરના પ્રાણીઓ અને પક્ષીઓ રાખવામાં આવ્યા હોવાથી તેઓ ઠંડી, ગરમીની આબોહવા સહન શકે તે માટે સાનુકૂળ વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે.
અતિશય પડતી ગરમી સહન ન કરી શકતાં પાણી પ્રેમી પ્રાણીઓ રીંછ, હાથી, હિપોપોટેમસ, મગર માટે પાણીના કુંડ ભરવામાં આવે છે. હાથીને દિવસ દરમ્યાન શિતળ પાણીનો છંટકાવ કરવામાં આવે છે, તેમજ શેરડી ખવડાવવામાં આવે છે. વાંદરાઓને તડબુચ અને કેરી ખવડાવવામાં આવે છે. હરણના પીંજરામાં કાદવ-કીચડ બનાવવામાં આવે છે, તેથી સૂર્યની ગરમીની તીવ્રતા ઓછી થઈ જાય છે. હવામાનમાં ઠંડક જળવાઈ રહે તેમજ લૂથી બચી શકાય તે માટે માઈક્રો સ્પ્રિન્કલની મદદથી હવામાં પાણીનો છંટકાવ કરવામાં આવે છે.
सौजन्यः-परेशभाई(NIMCJ)

Monday 25 May 2015

માંડવાને બદલે મેડિકલ કેમ્પ, ડૉક્ટર દંપત્તિએ સેવા કરી લગ્ન જીવનમાં કર્યો પ્રવેશ

દીકરી એટલે લક્ષ્મીનો અવતાર.. આજના સમયમાં કોઈના ઘરમાં દીકરી જન્મે એટલે લક્ષ્મી જન્મી કહેવાય. આ લક્ષ્મીરૂપી દીકરી જન્મે છે, ત્યારથી જ તેના પિતાની ચિંતા પણ વધી જાય છે. દરેક પિતાની પોતાની દીકરીના જન્મ બાદ એક જ ચિંતા હોય છે કે, તેને ભણાવી ગણાવીને એક સારો છોકરો જોઈને સાસરે વળાવવી. આજે સમાજમાં દેખાદેખી અને દુર્ગુણોના કારણે કેટલાક કુરિવાજો સમાજમાં સડાની માફક ઘુસી ગયા છે. આવા કુંઠીત રીવાજોની વચ્ચે સમાજમાં લગ્ન પ્રસંગને નવી દિશા આપી લોક સેવા કરવાની નવી પહેલનો પ્રસંગ ઊંઝામાં થવા પામ્યો છે.

મહેસાણા જિલ્લાના ઊંઝામાં જીરું તેમજ વરીયાળીનો વ્યવસાય કરતાં પારસભાઈ શાહની દીકરી ઋતુના લગ્ન અમદાવાદમાં વસતાં એક ડૉક્ટર પરિવારમાં નક્કી થયા. પારસભાઈની દીકરી ઋતુએ પોતાના લગ્ન પાછળ કરાતાં ઝાકમઝોળ ખર્ચને લોક સેવા માટે ઉપયોગ કરવા અને સાદાઈથી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પારસભાઈએ પોતાની દીકરીની ઈચ્છા મુજબ ડૉક્ટર દીકરી અને ડૉક્ટર જમાઈની સાથે ચર્ચા કરીને તેમની ઈચ્છા મુજબ ઊંઝામાં જ એક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કર્યુ હતું. પોતાના લગ્નમાં મહેંદી અને રાસ ગરબામાં ખર્ચ કરવાને બદલે ડૉ.ઋતુએ ઊંઝાના જરૂરિયાતમંદ દર્દીઓની સેવા કરી તેમના આશિર્વાદ સાથે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની નવી પહેલ કરતાં પરિવાર અને સંબંધીઓ સહિત લોકોમાં આનંદનો માહોલ સર્જાયો હતો.

ડૉ.ઋતુએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હું ખુબ જ ખુશ છું, આ મારું પહેલેથી જ સપનું હતું કે મારા લગ્નનો પ્રસંગ ન ઉજવાય તેનો મને કોઈ વાંધો નથી, પરંતુ મારા કારણે આટલા બધા દર્દીઓને રાહત મળી, તે મારા માટે સૌભાગ્યની વાત છે. હું મારી જાતને નસીબદાર માનું છું કે, મારા લગ્ન પ્રસંગને રદ કરીને દર્દીઓની સેવા કરવાનો કિસ્સો ઊંઝામાં પ્રથમવાર બન્યો હશે. બીજા લોકો પણ આમાંથી પ્રેરણા લેશે.

ઋતુના પતિ ડૉ.સુજયે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આજે મારા લગ્ન પ્રસંગમાં દર્દીઓની સેવા કરવાથી હું ખુબ આનંદની લાગણી અનુભવું છું. હું એટલું જ કહેવા માંગીશ કે, લોકો પોતાના પરિવારમાં કોઈ પ્રસંગ વખતે કોઈ સેવા ન કરી શકે તો વાંધો નહિ પરંતુ, તે પ્રસંગ પહેલા થોડો ખર્ચ લોક સેવા માટે કરે તો પણ ઘણી મોટી વાત છે.

ડૉ.ઋતુના માતા-પિતા પારસભાઈ અને રીટાબેને વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કોઇ પણ લગ્ન પ્રસંગમાં એક દિવસ માટે ખર્ચ કરવામાં આવે છે, આ દિવસે નાણાંનો ઘણો વેડફાટ થઈ જતો હોય છે. તેના બદલે આવું કંઈક સારું કામ કરવું જોઈએ. તેવા શુભાશય થી જ અમે, અમારી દીકરી ઋતુની ઈચ્છા મુજબ દર્દીઓની સેવા કરવાનું નક્કી કર્યું. જેથી આ સર્વ રોગ નિદાન કેમ્પ થકી મારી દીકરીને પણ દર્દીઓના આશીર્વાદ મળ્યા.

ડૉ. સુજયના પિતા ડૉ.ભરત શાહે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ એક યુનિક શરૂઆત છે, તેનાથી સમાજને એક નવો સંદેશ મળશે. લગ્નમાં એક દિવસ માટે લાખો રૂપીયાનો ખર્ચ કરવાને બદલે આ પ્રકારે સેવા કરવાથી જરૂરિયાતમંદોને ઘણો લાભ થશે. આ કેમ્પમાં અમે હૃદયના વાલ્વ બદલવા કે કમરના મણકાની તકલીફ હોય તેવી મોટી બીમારીના દર્દીઓને પણ ફ્રીમાં સારવાર કરવામાં આવશે.

ઊંઝામાં વસતા આ શાહ પરિવારે સમાજમાં એક નવો ચીલો ચીતર્યો છે અને જેના મારફતે લગ્ન પ્રસંગોમાં થતો મોટા ખર્ચનો વેડફાટ કરવાને બદલે કોઈ દર્દીને યોગ્ય સારવાર મળવાથી તેને નવી જિંદગી મળી શકે છે.

આજના સમયમાં લગ્નમાં ભભકાદાર અને દોમદોમ સાહ્યબીનો દેખાડો કરીને રૂપિયા વાપરવાની એક પ્રણાલી ઉભી થઈ ગઈ છે. એક લગ્ન પ્રસંગ કરવા પાછળ આજે લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. તેના કારણે પૈસાનો બિનજરૂરી વ્યય થઈ જાય છે. આ વ્યય અટકાવી તે પૈસાને સદ્ઉપયોગમાં વાપરવામાં આવે તો લગ્ન પ્રસંગની સાર્થકતા પણ જળવાઈ રહે અને સમાજના કલ્યાણમાં તે પૈસાનો પણ ઉપયોગ કરી શકાય.

Reported by- Manish Mishtry.

Saturday 16 May 2015

મુખ્યપ્રધાનોએ ખોળે લીધેલું કરમદી ગામ આજે પણ અનાથ, દોજખ જિંદગી જીવતાં ગામજનો

ભારત ગામડાઓનો બનેલો ખેતીપ્રધાન દેશ છે. દેશનો 70 ટકા જનસમુદાય ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરે
છે. આ ગ્રામ્ય જનસમુદાય અનેક મુશ્કેલીઓ અને યાતનાઓ વચ્ચે પોતાનું જીવન અને આગામી પેઢીનું સંવર્ધન કરે છે. આજે પણ આઝાદીને સાત સાત દાયકાઓ પૂર્ણ થવા આવ્યા હોવા છતાં દેશના કેટલાય ગામો એ જ પછાત અને અઢારમી સદીનું કારમું જીવન પસાર કરે છે. શાસનતંત્ર કે સ્વૈચ્છિક સંગઠનો શહેરી વિસ્તારોના વિકાસમાંથી બહાર નિકળે ત્યારે આવા ગામોને નર્કમાંથી બહાર કાઢવાની કોશિશ કરી શકે ને. બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતાં અમીરગઢ તાલુકાનું કરમદી ગામ પ્રાથમિક સુવિધાઓથી સંપૂર્ણ વંચિત છે. ગામમાં નથી તો કોઈ બસની સુવિધા કે નથી તો કોઈ સરકારી દવાખાનાની સુવિધા. ગામમાં નામની માત્ર પ્રાથમિક શાળા આવેલી છે. પરંતું, ત્યાં પણ પુરતા વર્ગખંડો કે શિક્ષકોનો અભાવ છે. જર્જરીત શાળાના ઓરડાઓમાં દેશનું ભવિષ્ય નિર્માણ પામે છે. પરંતું, વહિવટીતંત્ર આ અંગે સુન્ન છે. આજથી 30 વર્ષ અગાઉ અમરસિંહ ચૌધરી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે, આ ગામ તેમણે દત્તક લીધું હતું ત્યાર બાદ દેશના સ્વપ્નદ્રષ્ટા નરેન્દ્ર મોદીએ આ ગામને દત્તક લીધું હતું. પરંતું, દુર્ભાગ્યે દેશના સ્વપ્નદ્રષ્ટા મોદી પણ આ ગામનું સ્વપ્ન ન સુધારી શકયા.
ગામમાં પીવાના પાણીની તંગી છે. વિજળી અને રસોઈ ગેસ તો ગામ લોકો માટે કલ્પના બહારની વાત છે. ભૌગોલિક રીતે પર્વતીય વિસ્તારમાં આવેલ આ ગામ અંબાજીથી 12 કિમીના અંતરે આવેલું છે. જ્યારે વહિવટીતંત્ર દિન દહાડે અંબાજીના આંગણે ધામા નાખે છે ત્યારે, આ ગામની પણ એક મુલાકાત લે તો મુશ્કેલીની નગ્ન વાસ્તવિકતા સત્તાધીશોને સમજાય. રસ્તાઓની બેસુમાર હાલત અને રડ્યાં ખડ્યાં છાપરાં વચ્ચે આ માનવ સમુદાય છે કે આદિમાનવ સમુદાય તેનો પણ તેમને અહેસાસ થાય.
આ ગામમાં રહેવા માટે તૂટેલા ફૂટેલા નળીયા અને છાપરાથી વિશેષ કંઈ નથી. સરકારી યોજનાઓ અને આદિજાતિ વિકાસ યોજનાઓના અહિં કોઈ નામો નિશાન પણ નથી. ગામમાં જ્યારે, પહાડી વિસ્તારમાં રાત પડતાં અહી સૂમસાન વાતાવરણ બની જાય છે અને ગ્રામજનો પણ હિંસક પશુઓની દહેશત વચ્ચે જીવન વ્યતિત કરે છે.
ગામની સમસ્યા અંગે સોમી પરમાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ગામમાં માત્ર વોટ લેવા માટે નેતાઓ ફરકે છે, ત્યારબાદ અહિં કોઈ ફરકતું પણ નથી. અમે બદત્તર હાલતમાં જીવીએ છીયે. નથી અમારી પાસે રહેવા માટે પાકું ઘર કે નથી વીજળી.

ગરીબીની નગ્ન વાસ્તવિકતા આ દેશને ઉધઈની માફક કોરી રહી છે, પરંતુ સત્તાધીશો શહેરીકરણની આંધળી દોટમાં ગામડાની ગરીબીને નિર્મૂલન કરવાનું ભૂલી જાય છે. એક તરફ શહેરોમાં શ્રીમંતાઈનો વ્યાપ વધતો જાય છે તો બીજી તરફ ગરીબીનો વ્યાપ પણ એટલો જ વકરતો જાય છે. આ અસમાનતાની ખાઈ દેશના વિકાસને વિંધી નાખે તો નવાઈ નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે દત્તક લીધેલું બનાસકાંઠા જિલ્લાના ટ્રાયબલ એરિયા અમીરગઢ તાલુકાનું અંતરીયાળ કરમદી ગામ આજે આઝાદીના સાત દાયકા બાદ પણ દોજખ જિંદગી જીવતા પરિવારને નવજીવન આપવામાં તંત્ર સંપૂર્ણ ઉણું ઉતર્યું છે. વડાપ્રધાને પોતાના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન આ કરમદી ગામને દત્તક લઈને તેની કોઈ જ સાર સંભાળ કે તસ્દી લીધી નથી ત્યારે સવાલ થાય છે કે, સંસદમાં આદર્શ ગ્રામ યોજના હેઠળ સાંસદો પાસે ગામો દત્તક લેવડાવીને કેવો વિકાસ કરાવવા માંગે છે. જ્યારે, ખુદ નરેન્દ્ર મોદી પોતાના કાર્યકાળમાં જે ગામોનો વિકાસ કરી શક્યા નથી ત્યારે આ યોજના પણ એક પ્રસિદ્ધિ જ બની રહેશે કે વિકાસ કરવામાં આવશે તે એક સવાલ છે.

Thursday 14 May 2015

વીજ ઉત્પાદનમાં ગુજરાત સરપ્લસ સ્ટેટ, 7 હજાર મેગા વોટ વિદ્યુત ઉત્પાદન

વીજળી ઉત્પાદિત રાજ્યોમાં ગુજરાતની ગણના કરી શકાય છે. રાજ્યને વીજ ઉત્પાદન ક્ષમતાની દ્રષ્ટીએ સરપ્લસ સ્ટેટ કહેવામાં આવે છે. રાજ્યમાં રાજ્ય સરકાર ઈલેક્ટ્રીસિટી કંપની લિમીટેડ હસ્તકના નવ વીજ ઉત્પાદન મથકો આવેલા છે જ્યારે સરકારી ક્ષેત્રના (આઈપીપી) સ્વતંત્ર વીજ ઉત્પાદન મથકો રાજ્યમાં છ જગ્યાઓ પર આવેલા છે. જે વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા પણ સાત હજારથી વધુ મેગા વોટની છે.
 
રાજ્યના સર્વાંગી વિકાસ માટે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ શક્તિઓને ધ્યાનમાં રાખી એક કેન્દ્રીત વિષયવસ્તુની કલ્પના કરી હતી. જેમાં જન શક્તિ, જળ શક્તિ, ઉર્જા શક્તિ, જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિની પરિકલ્પના કરવામાં આવી છે. આ પંચ તત્વોમાં ઉર્જા શક્તિના મહત્વને આધારભૂત બનાવવા રાજ્ય સરકારે પ્રયત્નો પણ કર્યા હતા. ગુજરાતના તમામ પરીવારોને વીજળીનો પૂરવઠો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તેમજ સુનિશ્ચિત કરેલ વીજ ઉત્પાદકતા કેળવાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે અને સતત કાર્યરત્ પણ છે. રાજ્યમાં વીજ વિતરણ પ્રણાલીને વિભાજિત કરવામાં આવી છે. યુજીવીસીએ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ તેમજ ટોરેન્ટો પાવર કંપનીઓ રાજ્યમાં વીજ વિતરણ કરે છે. વીજળીની બાબતમાં રાજ્ય સ્વ નિર્ભર હોવા છતાં ઉત્પાદિત વીજ મથકોને કેટલાક ટેક્નિકલી કારણોથી બંધ રાખવા ઉપરાંત કોલસાની તંગી તેમજ અપુરતા પૂરવઠાને કારણે રાજ્યને ખાનગી ક્ષેત્રના વીજ ઉત્પાદન મથકો પાસેથી વીજળી ખરીદવી પડે છે.

ગુજરાતમાં ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસિટી લિ. નવ વીજ મથકો વિદ્યુત ઉત્પાદિત કરે છે. આ વીજ મથકોમાં ઉકાઈ ખાતે  થર્મલ પાવર પ્લાન્ટ આવેલો છે જે પાવર પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 1350 મેગાવોટ છે. ગાંધીનગરમાં આવેલા થર્મલ પાવર પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 31 ડિસેમ્બર 2014ની સ્થિતિ મુજબ 870 મેગાવોટ જોવા મળી છે. વણાકબોરીમાં આવેલા થર્મલ પાવર પ્લાન્ટની વીજ ઉત્પાદન ક્ષમતા રાજ્યના અન્ય પાવર પ્લાન્ટોની તુલનામાં સૌથી વધુ 1470 મેગાવોટ નોંધાઈ છે. આ ઉપરાંત કચ્છમાં લિગ્નાઈટ પાવર પ્લાન્ટ, ધુવારણમાં ગેસ પાવર પ્લાન્ટ, સિક્કામાં આવેલો થર્મલ પાવર પ્લાન્ટ, ઉકાઈ ડેમ પર તેમજ કડાણા અને પાનમ ડેમ પર આવેલ હાઈડ્રો પાવર પ્લાન્ટ વિદ્યુત ઉત્પાદનના મહત્વના વીજ મથકો ગણાય છે. આ તમામ નવ જેટલા પાવર પ્લાન્ટોની ઉત્પાદન ક્ષમતા 31 ડિસેમ્બર 2014ની સ્થિતિએ વાર્ષિક 5496 મેગા વોટ વીજળી ઉત્પાદિત થાય છે.

આ ઉપરાંત સરકારી ક્ષેત્રના સ્વતંત્ર વીજ ઉત્પાદન (આઈપીપી) મથકોમાં હજીરામાં આવેલી ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન કંપની લિ., ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ.( સ્ટેજ-1,2 અને એસએલપીપી), ગુજરાત મીનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને પીપાવાવ સ્થિત જી.પી.પી.સી પાવર પ્રોજેક્ટમાં આ છ સરકારી ક્ષેત્રના વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા વર્ષ 2013માં 1567 મેગાવોટ હતી જે વધીને 2014ના વર્ષ દરમ્યાન  2269 મેગાવોટ નોંધાઈ છે. આ રીતે સરકારી ક્ષેત્રના વીજ મથકોમાં પીપાવાવના જી.પી.પી.સી પાવર પ્રોજેક્ટની વીજ ઉત્પાદન ક્ષમતા વર્ષ 2013માં નહોતી તે 2014માં 702 મેગાવોટ નોંધાઈ છે.
રાજ્યમાં વીજળીની જરૂરીયાત વાર્ષિક 13હજારથી 14 હજાર મેગાવોટની છે તેની સામે રાજ્યના પોતાની માલિકીના વીજ ઉત્પાદન મથકોની ઉત્પાદિત ક્ષમતા 7765 મેગાવોટની હોવાથી બાકીની ઘટ પડતી વીજળી રાજ્યમાં આવેલા ખાનગી વીજ ઉત્પાદિત ગૃહો પાસેથી ખરીદવી પડે છે. રાજ્યમાં આવેલા ખાનગી વીજ ઉત્પાદિત મથકોની વીજ ઉત્પાદન ક્ષમતા 15000 મેગાવોટની છે. આ વીજ ઉત્પાદિત ગૃહો રાજ્ય સરકાર ઉપરાંત અન્ય સેક્ટરો અને રાજ્યોને વીજળી વેચે છે.

રાજ્ય સરકાર હસ્તકના પાવર ઉત્પાદન મથકો રાજ્યમાં વીજની માંગ પુરી કરી શકતા નથી. આ વીજ અછતની પુરતી માટે ખાનગી વીજ મથકો પર મદાર રાખવાનો થાય છે. આ વીજ ખરીદી અંગે રાજ્ય સરકારે કરેલા કરારો મુજબ એસ્સાર પાવર લિમીટેડ, એસ્સાર પાવર ગુજરાત લિમીટેડ, ચાઈના લાઈટ એન્ડ પાવર ઈન્ડીયા પ્રાઈવેટ લિમીટેડ, અદાણી પાવર લિમીટેડ, એ.સી.બી(ઈન્ડીયા) લિ, કોસ્ટલ ગુજરાત પાવર કંપની લિમીટેડ, કેપ્ટીવ પાવર પ્લાન્ટસ્ પાસેથી વીજળી ખરીદવામાં આવે છે.
 31મી ડિસેમ્બર 2014ની સ્થિતિએ રાજ્ય સરકાર સૌથી વધુ વિજળી અદાણી પાવર લિમીટેડ પાસેથી ખરીદે છે. જેના ભાવ 2.64/ યુનિટ છે. આ ભાવ ગત્ 2013ના વર્ષમાં 2.88 નિયત કરેલા હતા. આ રીતે ચાઈના લાઈટ એન્ડ પાવર ઈન્ડીયા પ્રાઈવેટ લિ. પાસેથી 4.40 રૂપીયા/યુનિટના મોઘા ભાવે વીજળી ખરીદવામાં આવે છે.

ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ટોચના વીજ ઉત્પાદિત રાજ્યોમાં ગણાય છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ગુજરાત દેશમાં સૌથી વધું વિદ્યુત ઉત્પાદન કરતાં રાજ્યો છે. દેશમાં ખાનગી ક્ષેત્રની વીજ ઉત્પાદિત કંપનીઓ સૌથી વધુ વીજળી ગુજરાતમાં ઉત્પાદિત કરે છે. રાજ્ય સરકારની ઉદ્યોગવિષયક નીતિઓ અને રોકાણ પ્રોત્શાહિત સરકારી પોલિસીના કારણે ખાનગી ક્ષેત્રનો વ્યાપ રાજ્યમાં ઉતરોત્તર વધતો જાય છે. આ કારણે વર્ષો પહેલાં ગુજરાતમાં જે વીજ ખાદ્ય રહેતી હતી તે હવે વીજ સરપ્લસ સ્ટેટ બની ગયું છે.

Wednesday 13 May 2015

સરકારી હેલિકોપ્ટર અને વિમાનના પાછળ કરોડો રુપિયાનું આંધણ

ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં રાજ્ય સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટરના ઓપરેશન તથા મઇન્ટેનન્સ પાછળ બે વર્ષમાં રૂ.8.50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સરકારે કબુલ્યું છે.
રાજ્ય સરકારે 2014ની સ્થિતિએ બે વર્ષમાં સરકારી માલિકીના વિમાન અને હેલિકોપ્ટરના મેઇન્ટેનન્સ, પાઇલોટ અને અન્ય સ્ટાફ માટે ખર્ચ કર્યો છે જેમાં 2013માં ઓપરેશન પાછળ રૂ.1.71 કરોડ તેમજ મેઇન્ટેનન્સ માટે રૂ.26.81 લાખનો ખર્ચ કરાયો હતો. એટલો જ ખર્ચ 2014માં થયો હતો. આ જ રીતે હેલિકોપ્ટરના ઓપરેશન માટે 2013માં રૂ.1.77 કરોડ તેમજ મેઇન્ટેનન્સ માટે રૂ.59.22 લાખ મળી રૂ.2.36 કરોડ ખર્ચાયા હતા. આ જ પ્રમાણે 2014માં ખર્ચ થયો છે.
રાજ્યમાં છ સ્થળે હવાઇપટ્ટીઓ બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે. જેમાં અંકલેશ્વર, પાલીતાણા, મોરબી, દહેજ, દ્વારકા અને અંબાજીનો સમાવેશ થાય છે. હાલમાં અંકલેશ્વર ખાતે બાઉન્ડ્રી વોલ, લેન્ડ લેવલિંગ કરવામાં આવી છે. પાલિતાણા ખાતે જમીન માપણી તેમજ ડિમાર્કેશન કરવામાં આવ્યું છે. મોરબી ખાતે જમીન તબદિલીની કામગીરી માટે ગાડા મારગ બાબત કાર્યવાહી હાથ ધરાઇ છે. દહેજ ખાતે જમીન તબદિલીની કામગીરી હાથ ધરાઇ છે. દ્વારકામાં જમીન માપણીનું કામ પ્રગતિમાં છે. અંબાજીમાં સરકારી જમીન શોધવાની પ્રક્રિયા ચાલુ છે.

Tuesday 12 May 2015

ગુજરાતમાં ફૂડ પાર્ક સ્થાપવામાં મોળો પ્રતિસાદ, કરોડોની સહાય છતાં કોઈએ રસ ન દાખવ્યો


ગુજરાત સરકારે પાંચ વર્ષ પૂર્વે જાહેર કરેલી ઔદ્યોગિક નીતિમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ફૂડ એગ્રો પાર્ક સ્થાપવા માટે જાહેર કરેલા પ્રોત્સાહનોને નબળો પ્રતિસાદ સાંપડ્યો છે. વિશેષ જોગવાઈ કરવા છતાં કોઈ સાહસિક આગળ આવ્યો નથી. 
ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે રાજ્યમાં માત્ર ઔદ્યોગિક જ નહીં, પરંતું કૃષિ ઉત્પાદન આધારિત એકમો પણ કાર્યરત થાય તેના માટે વિશેષ જોગવાઇ સાથેની નવી કૃષિ ઉદ્યોગ નીતિ 2000માં જાહેર કરી હતી. આ નીતિ મુજબ કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ ચેઇન, ફૂડ એગ્રો પાર્ક જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવા ઇચ્છતા ખેડૂતો અને સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે યોજનાઓ જાહેર કરી હતી.પરંતુ ગુજરાત સરકારે પાંચ વર્ષ પૂર્વે જાહેર કરેલી ઔદ્યોગિક નીતિમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ફૂડ એગ્રો પાર્ક સ્થાપવા માટે જાહેર કરેલા પ્રોત્સાહનોને નબળો પ્રતિસાદ સાંપડ્યો છે.
રાજ્યમાં સૂચિત ફૂડ પાર્ક ફળો અને શાકભાજી માટે સુરત, આણંદ, ખેડા અને પ્રાંતિજ તેમજ સ્પાઈસીઝ અને ઈસબગુલ માટે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જ્યારે મગફળી અને તલને લગતા ઉદ્યોગ માટે રાજકોટ, અમરેલી અને જૂનાગઢને સૂચિત કરવામાં આવ્યા હતા. આ માટે 4થી 5 લાખ ચો.મી. જમીનની પણ જોગવાઈ થવા પામી હતી.
રાજ્ય સરકાર દ્વારા મળતી વિગતો મુજબ ઓગષ્ટ, 2014ની સ્થિતિએ ફૂડ એગ્રો ઇન્ડસ્ટ્રિયલ પાર્ક માટે નાણાકીય સંસ્થાનો પાસેથી મેળવેલી કાર્યકારી મૂડી સિવાયના ધિરાણ ઉપર વાર્ષિક 6 ટકાના દરે 5 વર્ષ માટે વધુમાં વધુ રૂ.4 કરોડની મર્યાદામાં બેન્ક-એન્ડેડ વ્યાજ રાહત આપવાની જાહેરાત નવી કૃષિ ઉદ્યોગ નીતિ 2000માં કરાઇ હતી. જોકે, ફૂડ એગ્રો ઇન્ડસ્ટ્રિયલ પાર્ક માટે નાણાકીય સહાય મેળવવા હજુ સુધી કોઇ અરજી આવી નથી. તેથી કોઇ સહાય પણ ચૂકવવામાં આવી નથી. આ તમામ પ્રકારના ફૂડ પાર્ક પ્રોજેક્ટ માટે સરકાર 5225 કરોડના ખર્ચને અંદાજવામાં આવ્યો હતો.
કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ ચેઇન માટે પાંચ વર્ષમાં કુલ રૂ.117.14 કરોડની સહાય બે મહિલા ખેડૂતો સહિત કુલ 54 ખેડૂતોને આપવામાં આવી છે. રાજ્યમાં એગ્રો ઈન્ડસ્ટ્રીયલ પ્રવૃતિઓ કરવાની અને ફૂડ પાર્ક માટેની જાહેરાતો જેટલા મોટા ઉપાડે કરવામાં આવતી હોય છે. આ યોજનાઓનો ફિયાસ્કો એટલી જ તિવ્ર રીતે થતો હોય છે. હાલમાં પણ અમેઠીમાં ફૂડ પાર્કનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા રદ કરવાના મુદ્દે લોકસભામાં ભારે હંગામો થતાં કેન્દ્રિય ફૂડ પ્રોસેસિંગ પ્રધાન હરસિમરત કૌર બાદલ સહિતના સિનિયર કેન્દ્રિય પ્રધાનોનો સરકારના બચાવ માટે મેદાનમાં આવવું પડ્યું હતું. કેન્દ્ર સરકાર જ્યારે એક તરફ મેક ઈન્ડિયા કેમ્પેઈન ચલાવતી હોય અને વિદેશોમાં તેને પ્રમોટ કરવામાં આવી રહ્યું હોય ત્યારે, આ પ્રકારે મોળા પ્રતિસાદના કારણે, કોઈ ઉદ્યોગ શાહસિક આગળ ન આવતાં ફૂડ પાર્કની યોજનાઓ નિષ્ફળ થઈ રહી છે.
ભારત ખેતપેદાશો અને પશુપાલન વ્યવસાયમાં અવલંબિત દેશ છે. જે દેશમાં ખેતિ આધારીત પેદાશોનું ઉત્પાદન થતું હોય ત્યારે ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝને સરકારની પ્રોત્સાહક નીતિ અને ખેડૂતોને પ્રોત્સાહન આ પ્રકારના ઉદ્યોગને પરસ્પર સાંકળે છે. ખેતી ઉદ્યોગને પ્રોત્સાહિત કરવામાં આવે તો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગનો વિકાસ થઈ શકે અને વડાપ્રધાનનું મેક ઈન ઈન્ડીયા કાર્યક્રમ સાકાર થઈ શકે.



Monday 11 May 2015

નર્મદા યોજનાના ચાર રાજ્યો પાસે 5,426.24 કરોડના લેણાં બાકી, મામલો નર્મદા ટ્રીબ્યુનલમાં..


નર્મદા યોજનાના મુખ્ય બંધની ઊંચાઇ વધારવાથી ડુબમાં જતાં વિસ્તારોના વિસ્થાપિતોના પુનર્વસન માટે ભાગીદાર રાજ્યો વતીથી કરાયેલા ખર્ચની રકમ, વીજળી પેદા કરવા માટે ડેમની નજીક ત્રણ સરોવર બનાવાયા છે, તેનો ખર્ચ, બાકી રકમ અને બાકી રકમ પરનું  વ્યાજ એમ ત્રણ મુદ્દે વિવાદ છે. આ વિવાદમાં ગુજરાતની માગણી સામે ભાગીદાર રાજ્યો નર્મદા ટ્રિબ્યુનલમાં ગયા છે. આમ છતાં જે રકમના મુદ્દે વિવાદ નથી, તેની વસૂલાત માટે નર્મદા નિગમથી માંડીને છેક મુખ્યપ્રધાન સુધીના સ્તરેથી વખતો વખત રજૂઆત થતી રહે છે.
 જાન્યુઆરી, 2015ની સ્થિતિએ મધ્યપ્રદેશ પાસેથી રૂ.3,547.90 કરોડ, મહારાષ્ટ્ર પાસેથી રૂ.1,372.57 કરોડ અને રાજસ્થાન પાસેથી રૂ.505.77 કરોડની રકમ મળી કુલ રૂ.5,426.24 કરોડની રકમ બાકી છે. હાલની સ્થિતીએ આ રકમ વધુ થવા પામી છે.
અગાઉ વિધાનસભા ગૃહમાં મહારાષ્ટ્ર પાસેથી બાકી રકમ માટે કોંગ્રેસની સરકાર સાથે વાટાઘાટો કરવા ટકોર થઇ હતી, ત્યારે  તત્કાલિન મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સાથે બેઠક કરી 273 કરોડની રકમ મેળવી આપી હતી. ત્યારે, હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે, તો શા માટે આવા પ્રયાસ થતાં નથી તેવા સવાલો ઉભા થયા છે.
બહુહેતુક નર્મદા યોજના રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવી હતી. જેમાં દરેક રાજ્યના હિતના ખ્યાલને નજર સમક્ષ રાખીને શરૂ કરવામાં આવેલ આ યોજનામાં હવે બાકીના રાજ્યો નાણાં આપવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે. પહેલાં ગુજરાત સરકાર વારંવાર એવી દલીલ કરતી હતી કે, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતૃત્વની સરકાર સહકાર આપતી ન હોવાથી આ નાણાં મળતાં નથી કે યોજનામાં વિલંબ થાય છે. જ્યારે હવે તો, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત તમામ રાજ્યોમાં ભાજપના નેતૃત્વની સરકાર છે.
 ભાજપના નેતૃત્વની સરકાર રાજકિય રીતે એક્તા સાધી શકે છે, પરંતું, આંતરિક સરકારી સંકલનમાં એકતા સાધી શકતી નથી. પરીણામે નાણાંકિય લેવડ દેવડના મુદ્દે નર્મદા ટ્રીબ્યૂનલમાં ધા નાખવી પડી છે. રાજસ્થાનને પુરતાં પ્રમાણમાં પાણી પૂરવઠો પુરો પાડવામાં આવે છે. જ્યાં વસુંધરા રાજેના નેતૃત્વમાં ભાજપની સરકાર કાર્યરત્ છે. આ રાજ્યમાં પૂર્વેની અશોક ગેહલોતની કોંગ્રેસ સરકાર પર ચૂંટણી વખતે નર્મદાના પાણી આપવાના મુદ્દે ખુબ માછલાં ધોવામાં આવ્યા હતા.
નર્મદા ટ્રીબ્યૂનલમાં આ મુદ્દાનો ઉકેલ આવશે કે કેમ અને આપવાની થતી રકમ રાજ્ય સરકારો ક્યારે ચુકવે છે તે હવે જોવું રહ્યું ? નર્મદા યોજનાનું કામ પણ હાલમાં ગોકળગતિએ ચાલી રહ્યું છે, જેમાં હવે ગુજરાતની સ્થાનિક સ્વરાજકિય ચૂંટણીઓને કારણે થોડો સળવળાટ થાય તેવી સંભાવના છે. ગુજરાત સરકાર હવે બધા રાજ્યોમાં ભાજપની સરકાર હોવાથી ચૂપ છે.

Sunday 10 May 2015

વાઇબ્રન્ટ સમિટથી કેટલું રોકાણ ? આંકડા પોતે જ બોલે છે.

ગુજરાતમાં તેર વર્ષ પૂર્વે ફેબ્રુઆરી માસમાં સર્જાયેલા ગોધરાકાંડ અને એ પછી રાજ્યભરમાં ફાટી નીકળેલા કોમી તોફાનોથી વિશ્વવ્યાપી બદનામી થઇ હતી. આ બદનામીનો દાગ ધોવા માટે રાજ્ય સરકારે વેપાર અને ઉદ્યોગ જગતના મહાનુભાવોને ગુજરાતમાં આમંત્રી પોતે જ વિશ્વાસ તથા ભરોસાનો અહેસાસ કરી ફરીથી રોકાણો કરવા માટે આગળ આવે તેવા હેતુથી 2003થી શરૂ કરાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની સાતમી શ્રેણી તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા યુએનના સેક્રેટરી જનરલ બેન કી મુનની ઉપસ્થિતિ વચ્ચે પૂર્ણ થઇ હતી. છેલ્લી સમિટમાં 21 હજાર સમજૂતી કરારથી 25 લાખ કરોડનું રોકાણ આવશે, તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી હતી હતી. પરંતુ અત્યાર સુધીમાં યોજાયેલી છ સમિટમાં જાહેર થયેલા રોકાણોથી ખરેરખર ગુજરાતમાં કેટલું રોકાણ થયું છે તેના આંકડા બહાર આવ્યા છે.
અત્યાર સુધીના સમિટમાં રૂ.40 લાખ કરોડના સંભવિત રોકાણો ખરેખર તો એક લાખ કરોડનું જ રોકાણ ગુજરાતમાં થયું છે તેમ સત્તાવાર દસ્તાવેજમાં જણાવાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં સમિટથી કયા ક્ષેત્રમાં કેટલું રોકાણ થયું છે તેના અંગે તૈયાર થયેલા દસ્તાવેજમાં જણાવાયું છે કે, 2008-09 થી 2012-13 સુધીના પાંચ વર્ષમાં ગુજરાતના 38 જેટલા સેક્ટર અને 17 જેટલા મિડિયમ સ્મોલ માઇક્રો સેક્ટરમાં આ રોકાણ આવ્યું છે જેમાં સૌથી વધારે ટેક્સટાઇલ સેક્ટરમાં રોકાણ આવ્યું છે. પાછલા પાંચ વર્ષમાં 38 સેક્ટરમાં જોઇએ તો રૂ.61,172 કરોડ અને એમએસએમઇ એન્ટરપ્રાઇઝમાં રૂ.48,749 કરોડનું રોકાણ થયું હતું.
પાછલા સમિટથી રાજ્યમાં રૂ.39,60,146 કરોડના સંભવિત રોકાણોની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેની સામે અત્યાર સુધીમાં થયેલા રોકાણો અંગે એવી દલીલ કરાઇ છે કે, ભારત સરકારે 1991માં જાહેર કરેલી ઔદ્યોગિક નીતિ હેઠળ મોટા ઉદ્યોગો સ્થાપવા ઇન્ડસ્ટ્રિયલ એન્ટરપ્રિનિયોર મેમોરેન્ડમ ફાઇલ કરવાનું રહે છે. તે ફાઇલ કર્યા બાદ એકમ ઉત્પાદનમાં આવે ત્યારે તે મોટા ઉદ્યોગ ભારત સરકારને પાર્ટ-બીમાં માહિતી રજૂ કરે છે. જેના આધારે ભારત સરકાર તેની વેબસાઇટ પર માહિતી જાહેર કરે છે. પાર્ટ-બીમાં મૂડીરોકાણ અને ઉત્પાદનની વિગતો ભારત સરકારે રજૂ કરી નથી આથી પાર્ટ બી ભરાયા બાદ મૂડી રોકાણ વધારતા હોય. તેવા મોટા એકમોની અદ્યતન વિગતો જાણી શકાતી નથી.
ગુજરાતમાં ખરેખર થયેલુ મૂડીરોકાણ
વર્ષ મોટા ઉદ્યોગો એમએસએમઇ
2008-09   19,719 3,916.72

2009-10   11,946 5,295.03

2010-11   13,206 7,964.82

2011-12   12,581 11,725.18

2012-13   3,720 15,323.93


ગુજરાતમાં જુદા જુદા ક્ષેત્રો અને એમએસએમઇ એન્ટરપ્રાઇઝમાં રોકાણો માટેનું શ્રેષ્ઠ ડેસ્ટીનેશન બની રહ્યું છે ત્યારે પાછલા પાંચ વર્ષમાં જોઇએ તો રૂ.1 લાખ કરોડના રોકાણમાં સૌથી વધારે રોકાણ ટેક્સટાઇલ સેક્ટરમાં રૂ.17,307 કરોડ જેટલું થયું છે. જ્યારે દસ સેક્ટર એવા છે જેમાં એકપણ રૂપિયાનું રોકાણ આવ્યું નથી. ખાસ કરીને પ્રાઇમ મૂવર્સ (ઇલેક્ટ્રિસિટી જનરેશન સિવાય), ટેલિકોમ્યુનિકેશન, ટ્રાન્સ્પોર્ટેશન, મશીનટુલ્સ, અર્થ મુવિંગ મશીન, કોમ્યુનિકેશન ઓફિસ એન્ડ હાઉસહોલ્ડ ઇક્વિપમેન્ટ, ફોટોગ્રાફી રો ફિલ્મ એન્ડ પેપર, ફરમેન્ટેશન ઇન્ડસ્ટ્રીઝ, શોપ કોસ્ટમેટિક એન્ડ ટોઇલેટ, ટુરિઝમનો સમાવેશ થાય છે.
દેશમાં ઉદ્યોગોના વિકાસ માટે વાઈબ્રન્ટના તાયફા ગોઠવી પોતાની વાહવાહી કરનાર ભાજપની ગુજરાત સરકારે આ સિલસિલો ચાલુ રાખ્યો છે. હવે, આગામી સમયમાં આ તાયફો જ સાબિત થવા જઈ રહ્યો છે. ત્યારે, સરકાર પોતાની વાહવાહી કરવાનો આ સિલસિલો ચાલું રાખે છે કે કેમ? તે જોવું રહ્યું.

Saturday 9 May 2015

નમામિ દેવી નર્મદેઃ નર્મદા યોજના કેનાલ નેટવર્ક ક્યારે થશે પૂર્ણ?

રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સરદાર સરોવર નર્મદા નિગમનું કામકાજ શરૂ કર્યાને 55 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. વચ્ચે કેટલોક સમય આ વિવાદ કોર્ટમાં ચાલ્યો જતાં તેમાં યોજના ખોરંભે પડી હતી. સુપ્રીમ કોર્ટે તબક્કાવાર આ યોજનાના બંધની ઊંચાઈ વધારવા મંજૂરી આપી અને થોડો સમય પૂર ઝડપે કામ ચાલ્યા બાદ આ કામમાં ગોકળગતિ આવી  ગઈ છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના સંયુક્ત ભાગીદારીના શાહસ સમાન આ યોજના બહુહેતુક યોજના કહેવામાં આવે છે. સિંચાઈ, પીવાના પાણીની કાયમી સમસ્યાનું નિવારણ તેમજ વિજળી સહીતના ઘણા હેતુઓને સાંકળતી આ યોજના રાજ્યમાં એક ક્રાંતિકારી પરીવર્તન લાવી શકે તેમ છે.
આ યોજના અંગે વર્તમાન સમયમાં સરકાર સામાન્ય રીતે ગંભીર હોય તેવુ લાગતું નથી. રાજ્યમાં આજસુધીમાં 25,479 કિલોમીટર જેટલી લંબાઈનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું છે. મુખ્યત્વે વડોદરામાં 7836કિમી, નર્મદા 807 કિમી, ભરૂચ 3534કિમી, અમદાવાદમાં 3264 કિમી, બનાસકાંઠા 1457કિમી તેમજ કચ્છ 113કિમીનું નેટવર્ક પૂર્ણ થવા પામ્યુ છે.
નર્મદાની મુખ્ય કેનાલ
નર્મદા નદીના પાણીને છેવાડાના ગામ સુધી પહોચાડવામાં જે સુક્ષ્મ આયોજન કરવામાં આવ્યું છે અને કેનાલોનું માળખું તૈયાર કરવામાં તંત્રએ આજસુધીમાં 22102.03 કરોડનો સફાયો કરવામાં આવ્યો છે. આ યોજના થકી 17 જિલ્લાઓના 74 તાલુકાઓમાં 17.92 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ આપવાનું સરકારનું આયોજન છે.
નર્મદા યોજના દ્વારા રાજસ્થાનના છેવાડાના સુખા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનું નિવારણ કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત મુખ્ય કેનાલના વિસ્તારમાં આવતાં રાજ્યના 17 જેટલા જિલ્લાઓને પણ તે હેઠળ સાંકળવામાં આવ્યા છે. આ કેનાલોના નેટવર્કનું કાર્ય હજુ પચાસ ટકા પણ પૂર્ણ થયું નથી ત્યારે તે ક્યારે ખેડૂતોને સિંચાઈ માટે ઉપલબ્ધ બનશે તે જોવું રહ્યું.
નેટવર્કનો મુખ્ય મેપ
નર્મદા કેનાલના મુખ્ય નહેર 458.32કિમીની લંબાઈએ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત શાખા, વિશાખા, પ્રશાખાની 14614.20કિમી તેમજ પ્રપ્રશાખાની 10248.56 કિમીની કેનાલોનું નેટવર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે જ્યારે, વર્ષ 2014ની સ્થિતિ મુજબ કેનાલના શાખા, વિશાખા અને પ્રશાખાનું 11495.80કિમીનું કામ અને પ્રપ્રશાખાનું 37809.44 કિમીનું નેટવર્ક હજુ તૈયાર કરવાનું બાકી છે. આ નેટવર્ક ક્યારે તૈયાર થશે અને ખેડૂતોના ખેતરો સુધી પહોચશે તેનો મદાર હવે સરકાર અને તંત્ર પર રહેલો છે. સરકાર ઉદ્યોગપતિઓ પરથી નજર ઉઠાવી હવે જગતના તાત પર મહેરબાન થાય તો સરદારના નામે મેળવેલા મતો લેખે લાગ્યા ગણાય.
ભાજપની સરકાર નર્મદાના નામે ખેડૂતો પાસેથી ઢગલાબંધ મતો મેળવતી આવી છે. સરદારના વારસદારની ભૂમિકા નિભાવી રહી છે ત્યારે, સરદાર પટેલના સંતાનોને સિંચાઈના અને ખેતીના અનેક પ્રશ્નો આજે જૈસે થે છે. આ પ્રશ્નો ઉકેલવા સરકાર સંવેદનશીલ નથી કારણકે, ખેડૂતો ક્યાં ફંડીંગ પુરૂ પાડે છે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે નર્મદાનો પ્રસરાવો વહેલી તકે ફેલાય તે સરકાર જેટલું વહેલું સમજશે એટલું સારૂ.
નર્મદા નદીના મુખ્ય સરદાર સરોવર બંધ પર સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મોટા મોટા સ્મારકો સ્થાપિત કરવામાં અને પ્રસિદ્ધિ મેળવવામાંથી બહાર આવી કેનાલોના નેટવર્કને તૈયાર કરે અને પાણીને ખેડૂતોના ખેતરો સુધી પહોચાડે તે જરૂરી છે.

Friday 8 May 2015

કોના બાપની દિવાળીઃ ગુજરાત માથે 2.24 લાખ કરોડનું દેવું, કોના પાપે

દેશના ગ્રોથ એન્જિન બનવા માટે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ સહિતના સ્વપ્નો સાકાર કરવા માટે હરણફાળ ભરી રહેલું ગુજરાત આગામી બે વર્ષમાં જ દેવાંના ડુંગળ તળે દટાઇ જશે તેવી સ્થિતિ છે. છેલ્લા કેટલાક વર્ષથી નાની બચતમાં ઘટતાં જતાં રોકાણો સામે ગુજરાતની જાહેર બજારમાંથી નાણાં ઉછીના લેવાની વધતી જતી માનસિકતાના કારણે માર્ચ, 2015ના અંત સુધીમાં જાહેર દેવું રૂ.1.65 લાખ કરોડ જેટલુ થાય એમ છે અને આ ટ્રેન્ડ યથાવત રહેશે તો 2017-18માં દેવાંનો આ આંક રૂ.2.24 લાખ કરોડને આંબી જાય તેવો અંદાજ રાજ્ય સરકારના દસ્તાવેજમાં અંદાજવામાં આવ્યો છે.
2008-09થી 2013-14ના ગાળામાં દેવાંના ઘટકમાં ફેરફાર થયો છે, જેમાં કેન્દ્ર સરકારની લોનનું પ્રમાણ 11.87 ટકાથી ઘટીને 5.22 ટકા થયું છે. તે જ પ્રમાણે નેશનલ સ્મોલ સેવિંગ ફંડ (એનએસએસએફ) લોનનો હિસ્સો 51.59 ટકાથી ઘટીને 32 ટકા થયો છે જ્યારે બજાર લોન હિસ્સો 32.20 ટકાથી વધીને 58.42 ટકા થયો છે. માર્ચ, 2014ના નાણાકીય વર્ષમાં જાહેર દેવાંની સપાટી રૂ.1.49 લાખ કરોડ હતી જે કુલ દેવાંના 58.42 ટકા રકમ બજાર લોન, બોન્ડ્ઝનો હિસ્સો હતી જ્યારે એનએસએસએફનું પ્રમાણ રૂ.47841 કરોડ એટલે કે 32 ટકા હતું. આ સ્થિતિ ચાલુ નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારે માર્ચ, 2015માં વધુ સ્પષ્ટ થશે અને જાહેર દેવું વધીને રૂ.1.65 લાખની સપાટીએ પહોંચશે. વર્ષ 2015-16માં આ રકમ રૂ.1.84 લાખ કરોડ અને વર્ષ 2016-17માં રૂ.2.04 લાખ કરોડ સુધી પહોંચશે.
ભાજપ શાસિત રાજ્યની સરકાર વારંવાર એવો દાવો કરે છે કે કેન્દ્ર સરકારની સ્મોલ સેવિંગ્સની જેટલી સ્કીમો છે તેમાં ગુજરાતની જનતા રોકાણ કરે છે તે રોકાણોને કેન્દ્ર સરકાર ગુજરાતને દેવાં તરીકે જવાબદારી સોંપે છે એટલે દેવાંનું પ્રમાણ વધે છે, પરંતુ નાણાં વિભાગનો દસ્તાવેજ સ્પષ્ટપણે જણાવે છે કે સ્મોલ સેવિંગ્સનું પ્રમાણ વીસ ટકા ઘટ્યું છે જ્યારે ગુજરાતનું બજારમાંથી ધિરાણ લેવાનુ ઉત્તરોત્તર વધીને 24 ટકા જેટલું ઊંચે ગયું છે.
સરકારે તેની મહેસૂલી આવકો વધારવા સાથે મહેસૂલી ખર્ચમાં નિયંત્રણ રાખી મૂડી ખર્ચ વધારી રહી હોવાથી તેની અસ્ક્યામતોમાં વધારો થઇ રહ્યો છે. સરકારે અમલી બનાવેલા વિત્તિય વ્યવસ્થાપન ધારા મુજબ ખાધ નિયંત્રણમાં છે અને એ જ રીતે જીએસડીપીના પ્રમાણમાં 27 ટકા જાહેર દેવાંના બદલે હાલ તેનું દેવું 18.34 ટકા છે. આને કારણે ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક લાભો પણ મળ્યા છે. નાણાકીય શિસ્તની જાળવણીને લીધે વ્યાજ ખર્ચમાં 1710 કરોડની બચત થઇ છે જ્યારે રૂ.2262 કરોડના દેવાં માફી થયા છે.

Thursday 7 May 2015

રાજ્યમાં પશુઓની સંખ્યા 2.71 કરોડને પાર, દેશમાં નવમા ક્રમાંકે

ભારત એક કૃષિપ્રધાન દેશ છે. દેશનો બહુજન સમુદાય ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ગ્રામ્ય જીવનમાં ખેતી અને પશુપાલન વ્યવસાય થકી પરિવારનું નિર્વહન કરવામાં આવે છે. દેશમાં જ્યારે શહેરીકરણનો ડ્રેગન દિનપ્રતિદિન વધતો જાય છે ત્યારે, આ કૃષિ અને પશુપાલન પર પણ તેની પ્રતિકૂળ અસરો જોવા મળે તે સ્વાભાવિક છે.
ગુજરાતમાં પણ રાજ્યનો 60 ટકા વર્ગ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો છે. પશુપાલન સાથે રાજ્યમાં અદ્દભુત ક્રાંતિ પણ સર્જાઈ છે. દેશભરમાં સર્જાયેલ શ્વેતક્રાંતિ પશુપાલનને આભારી છે. આ ક્રાંતિના મુળ ગુજરાતમાં છે. રાજ્યની અમુલ ડેરી,બનાસ ડેરીએ વિશ્વકક્ષાએ શ્વેતક્રાંતિમાં આગવી નામના મેળવી છે.
પશુપાલન વ્યવસાયના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ સતત પ્રયત્નશીલ હોય છે. પશુપાલન ધારકોને સબસિડીની યોજના, લોન, પશુઓ માટે વીમો, પશુપાલનના સાધનો જેવી સહાય પ્રદાન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા પાંચ વર્ષે પશુઓની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે. કેન્દ્ર સરકારના ડેરી અને ફીશરીંઝ વિભાગ દ્વારા તાજેતરમાં પશુધન ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં રાજ્યમાં 2,71,28,200 પશુઓની વિગતો બહાર આવી છે જેમાં, બનાસકાંઠામાં 25,44,836 પશુઓ નોંધાયા છે જે રાજ્યના તમામ જિલ્લાઓમાં અવ્વલ નંબરે છે. જ્યારે, ડાંગ જિલ્લામાં 1,33,012 પશુઓ નોંધાયા છે. રાજ્યના તમામ જિલ્લાઓની તુલનાએ ડાંગમાં પશુઓની સંખ્યા ઓછી છે. સંપૂર્ણ આદિવાસી અને કૃષિ આધારિત સભ્યતા ધરાવતા જિલ્લામાં પશુઓની ઓછી સંખ્યા સરકારની પછાત જિલ્લાઓ પ્રત્યેની ઉદાસિનતા દર્શાવે છે.
રાજ્યમાં ગૌધન વર્ગના પ્રાણીઓની સંખ્યા 99,83,953 છે તો ભેસ વર્ગના પ્રાણીઓની સંખ્યા 1,03,85,574 નોંધાઈ છે જે રાજ્યના તમામ પશુઓના 38.85 ટકા થવા પામે છે. રાજ્યમાં રબારી ભરવાડ જેવા માલધારી પશુપાલકો ઘેંટા, બકરાના ઉછેર કરી પોતાની રોજીરોટી મેળવતા હોય છે. આ ઘેંટા બકરાની સંખ્યા પણ રાજ્યમાં 66,66,722 નોંધાઈ છે.
રાજ્યનું પશુધન દેશના કુલ પશુઘનની તુલનાએ 5.23% હીસ્સા સાથે નવમા ક્રમાંકે છે. પશુધનમાં 2,56,87,687 પશુઓ ગ્રામ્ય વિસ્તારોમાં અને 1440513 પશુઓ શહેરી વિસ્તારમાં આવેલા છે. 1,36,63,130 પરીવારો પાસે પશુધન હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. 2007ના વર્ષની તુલનાએ 2012ના વર્ષની પશુ ગણતરીમાં 12.39%નો વધારો જોવા મળ્યો છે.
રાજ્ય અને દેશની કુદરતી સંપતિ સમાન પશુ સંપતિના સંવર્ધન અને ઉછેર માટે તંત્ર અને પશુપાલક વર્ગમાં એક વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને પશુ સંપતિમાં ઉતરોત્તર વધારો થાય તે અંગે જાગૃતિ કેળવાય તે જરૂરી છે. પશુઓનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર, યોગ્ય દવાઓ અને સારવાર તેમજ પુરતું વાતાવરણ, પાણી અને ઘાસચારા જેવી પાયાની જરૂરીયાતો ઉપલબ્ધ થાય તો પશુઓનો યોગ્ય વિકાસ થઈ શકે તેમજ પશુઓની સંખ્યામાં વધારો પણ થઈ શકે.
વર્તમાન સમયમાં ગ્રામ્ય સમુદાયના ખેડૂત પરિવારોના નિર્વાહમાં પશુપાલન વ્યવસાય મુખ્ય ભૂમિકા નિભાવે છે. ખેડૂતો અને ગ્રામીણ સમુદાયના ઉત્થાન માટે પશુપાલન વ્યવસાયને પ્રોત્શાહન આપવામાં આવે તો પણ રાજ્યના વિકાસને એક નવી દિશા મળી શકે છે.

Wednesday 6 May 2015

એક વર્ષના શાસન બદલાવમાં કાર્યકર્તા જ નારાજ

કેન્દ્રમાં મોદી સરકાર તેમજ ગુજરાતમાં આનંદીબેન પોતાના શાસનનાં એક વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. આ એક વર્ષની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ભાજપને મતદારો દ્વારા કાશ્મીર અને જમીન સંપાદન બીલના મુદ્દે થનારા સવાલોનો સામનો કરવાનો થશે.
દેશમાં અને ગુજરાતમાં ભાજપ માટે આગામી 21 થી 26મી મે સુધીનો સમયગાળો ઉજાણીનો રહેવાનો છે. ગુજરાતમાં આનંદીબહેને મુખ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યાને 21 મેના રોજ એક વર્ષ પૂર્ણ થાય છે, તો વડાપ્રધાન તરીકે શાસનનની ધુરા નરેન્દ્ર મોદીએ 26મી મેના રોજ સંભાળી હતી. આમ, કેન્દ્રમાં ભાજપનું એક વર્ષનું શાસન અને ગુજરાતમાં" બેન"ના નેતૃત્વ હેઠળની સરકારનો સમયગાળો પૂર્ણ થઇ રહ્યો છે. જો કે બંનેની ઉજવણી ભાજપ ભલે સાથે કરી રહી હોય પરંતુ શાસનની સરખામણી કરવી યોગ્ય નથી. કેન્દ્રમાં ભાજપના શાસનને હજુ માત્ર એક વર્ષ થયું છે, જ્યારે ગુજરાતમાં વર્ષોથી ભાજપનું જ શાસન છે. ફરક માત્ર એટલો છે કે મુખ્યપ્રધાન બદલાયા છે.
ભાજપે આ વખતે અનેક પડકારો વચ્ચે ઉજવણી કરવાની છે. રાજ્યમાં ભાજપના શાસનની  વાહવાહ કરવાની અને કેન્દ્ર સરકારની સામે બાંયો ચઢાવવાની તેવું આજસુધી ચાલતુ આવ્યું છે. પરંતુ હવે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની જ સરકાર છે. ત્યારે, આક્ષેપબાજીનો અવસર નહિં મળે એટલું જ નહિં સામે અનેક સવાલોના જવાબો પણ આપવા પડશે. વિપક્ષો હંમેશા એવો આક્ષેપ કરતા આવ્યા છે કે" જૂઠ બોલવું અને જોરથી બોલવું " તે ભાજપની નીતિરીતિ છે. જો કે ભાજપ આક્ષેપો કરવામાં જે રીત અપનાવે છે તે જ રીત સરકારના ગુણગાન ગાવામાં પણ અપનાવશે.
કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપ શાસનની સિધ્ધિઓને પ્રજાજનો સુધી પહોંચાડવા માટે પ્લાન ઘડાઈ ચુક્યો છે. પ્રધાનોથી માંડીને છેક પક્ષના પદાધિકારીઓને પ્રજજનો સુધી પહોંચે તેવું આયોજન કરાયું છે. પ્રસિદ્ધિમાં માહેર ભાજપ તેનો ભરપૂર ઉપયોગ કરશે જ પરંતુ, આ વખતે પક્ષના નેતાઓ સાથે કાર્યકરોને પણ મોટી સંખ્યામાં મેદાનમાં ઉતારવામાં આવશે અને તેના ભાગરુપે સંપર્ક અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.
પક્ષના આગેવાનો અને કાર્યકરો પ્રજાજનો સમક્ષ જાય ત્યારે સંભવિત સવાલો સામે ક્યાં જવાબ આપવા તે માટે પ્રશિક્ષિત કરવાનું કામ હાલ ભાજપમાં ચાલી રહ્યું છે. ખાસ કરીને કાશ્મીરમાં મુફ્તી સરકારમાં જોડાવાનો મામલો અને જમીન સંપાદન બિલના મુદ્દે એક સૂરમાં જવાબ આપવામાં આવે તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. કાશ્મીર અને જમીન સંપાદન મામલે ભાજપ સરકાર પાસે નક્કર જવાબો નથી ત્યારે કેવી દલીલો કરવી તે માટેની કસરત ચાલી રહી છે.
ભાજપ માટે સૌથી મોટો પડકાર એ છે કે જે કાર્યકરોને પ્રજાને સમજાવવાનું કામ સોંપાવાનું છે તે કાર્યકરોને પહેલાં સમજાવવા પડે તેમ છે કારણ કે કાશ્મીરના મામલે પક્ષનાં નિર્ણયને પક્ષનાં જ કાર્યકર્તાઓ ગળે ઉતારી શક્યા નથી તો બીજીબાજુ જમીન સંપાદન મામલે સરકારનાં વલણને પણ સમજી શક્યા નથી. જો કે, પ્રમાણમાં શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં કાર્યકરો મનમાં શું છે તે કળાવા નહી દે અને પક્ષ દ્વારા ગોખાવવામાં આવેલા જવાબો આપશે તેવું મનાઈ રહ્યું છે.
ભાજપની ભવ્ય ઉજવણીમાં કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયોને યથાર્થ ઠેરવવાનો પ્રયાસ કરાશે તેમજ સરકારના નિર્ણયોને દેશહિતમાં ખપાવવાના પ્રયાસો કરવામાં આવશે જ્યારે, ગુજરાત સરકારની એક વર્ષની આનંદીબેનની લોકસંપર્ક કામગીરીને પ્રજા સમક્ષ મુકી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વાતાવરણ ઉભુ કરવામાં આવશે.

सौजन्यः- नरेश दवे, नारण आसल

Tuesday 5 May 2015

કૃષિ ક્રાંતિ માટે સંશોધકો બન્યા કિસાન

કૃષિ ક્ષેત્રમાં નવા સંસોધનો અને ટેક્નોલોજીના ઉપયોગથી ઉત્પાદન વૃદ્ધિ કરવા અને ખેતીમાં ક્રાંતિ લાવવાના ધ્યેય સાથે આઈઆઈટી ખડગપુરના સંશોધકોનું એક ગ્રુપ ખેતીના કામમાં જોતરાઈ ગયું છે. તેમને મળેલી સફળતાથી આસપાસના ખેડુતો પોતાને ત્યાં આ પ્રકારના નિદર્શનો યોજવા વિનંતી કરવા લાગ્યા છે. આ સંશોધકોએ ફક્ત નવી ટેકનોલોજી જ નહીં, ઓર્ગેનિક ખેતીના પણ પ્રયોગો શરૂ કર્યા છે.
ખડગપુર
પશ્ચિમ બંગાળની આ ખ્યાતનામ આઈઆઈટીના સંશોધકોની એક ટીમે કેમ્પસ નજીકની ખરાબાની જમીનના એક મોટા ટુકડા ઉપર વાસ્તવમાં હરિયાળી ક્રાંતિ લાવવાનું બીડું ઝડપી લીધું છે અને તેમના પ્રયાસોથી આસપાસના વિસ્તારોના ખેડૂતો એટલા તો પ્રભાવિત થયા છે કે હવે તેઓ પણ ખેતીની આધુનિક પદ્ધતિ અપનાવવા આ સંશોધકોની સાથે કામે લાગી ગયા છે.
આઈઆઈટીના સંશોધકોની ટીમે કેમ્પસથી 10 કિ.મી.ના અંતરે આવેલા ખેંટીયા ગામે જુદા જુદા ખેડૂતોની માલિકીની 14 એકરની ખરાબાની જમીનને અપનાવી લઈ તે જમીનને નવી કૃષિ ટેકનોલોજીઝના પ્રયોગો માટેની લેબોરેટરી બનાવી દીધી છે. ઉલ્લેખનિય હકિકત એ છે કે, આમાંની મોટાભાગની જમીન છેલ્લા કેટલાય વર્ષોથી વણખેડાયેલી પડી હોવાના કારણે ખરાબા જેવી સ્થિતિમાં આવી ગઈ હતી. એ ઉપરાંત, આ સમગ્ર જમીનની માલિકી અનેક ખેડૂતોની છે, કારણ કે મોટા ભાગના ખેડૂતો પાસે જમીનના નાના નાના ટુકડા છે. આથી તમામ ખેડૂતોએ આંખોમાં આશાની ચમક સાથે આઈઆઈટીના સંશોધકોની ટીમને પ્રયોગો માટે પોતાની જમીન સોંપી દીધી.
આઈઆઈટીની ટીમે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં આ જમીનનો કબજો લીધો અને તેના ઉપર પ્રાથમિક કામ શરૂ કર્યું. સમગ્ર ખેતરને એક સમાન બનાવ્યા પછી ચોખાની બહેતર ઉપજ માટે "શ્રી" ટેકનોલોજી સાથે ડાંગરનું વાવેતર કરવામાં આવશે. ખૂબજ પાણીની જરૂરત ધરાવતા ડાંગરના વાવેતરમાં આ શ્રી ટેકનોલોજીથી પાણીની તથા જંતુનાશકોની જરૂરત 30 થી 40 ટકા ઓછી રહે છે. આ ઉપરાંત પાકમાં વૈવિધ્ય લાવવાના ઈરાદે, નિષ્ણાતોએ મકાઈ, મગફળી અને સોયાબીન જેવા રોકડિયા પાકો પણ અપનાવ્યા છે, એમ પ્રોજેક્ટ ઈન્ચાર્જ પ્રો. પી.બી.એસ. ભદોરીઆએ જણાવ્યું હતું.
આધુનિક ખેતીની સાથોસાથ ઓર્ગેનિક ખેતીને વેગ આપવા સંશોધકોની ટીમે આ ખેતરમાં જ વર્મીકમ્પોસ્ટ યુનિટની રચના પણ કરી છે. ખેતરમાં ટ્યુબવેલ બનાવ્યો છે, તો વરસાદી પાણીના સંગ્રહમાં ખેતતળાવ બનાવ્યું છે અને મત્સ્ય ઉછેરની પ્રવૃત્તિ પણ શરૂ કરી છે.
આ મોટા ટુકડામાં ફક્ત 20 ગુંઠા જેટલી જમીન ધરાવતો એક ખેડૂત, 48 વર્ષનો જગન્નાથ દાસ કહે છે કે હવે તે ખેતીની નવી નવી વાતો શિખી રહ્યો છે. “અમે તેમને અમારી જમીન એટલા માટે સોંપી દીધી કે આઈઆઈટી જેવી માતબર સંસ્થાના નામ ઉપર અમને વિશ્વાસ છે. અમે હવે ખેતી વિષે નવી નવી વાતો એવી રીતે શિખી રહ્યા છીએ અને અમને લાગે છે કે અમારા ખેતરો હવે શાળાનો એક વર્ગ બની ગયા છે.”
આ હરિયાળી ક્રાંતિ વિષે જાણીને પીડબ્લ્યુસી જેવી મલ્ટીનેશનલ કંપનીમાં સાઉદી અરેબિયામાં જોબ કરતા આઈઆઈટી મદ્રાસના મેટાલર્જીના વિદ્યાર્થી અભિષેક સિંઘાણિયાએ આ હરિયાળી ક્રાંતિમાં જોડાવા માટે પોતાની જોબ છોડી દીધી છે.
તેમના કહેવા મુજબ આપણા ખેડૂતોની દયાજનક સ્થિતિ વિષે જાણ્યા પછી તેમને મદદ કરવા આ પ્રોજેક્ટમાં સામેલ થવાનો મેં નિર્ણય લીધો હતો. આમાં મારી ભૂમિકા ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવવા માટે સમજાવવાની છે. એક વખત પાકની લણણી થઈ જાય, એ પછી તે ખેડૂતોને તેમની ઉપજના સારા ભાવ અપાવવા પણ પ્રયત્નો કરશે, જેથી ખેડૂતોને વચેટીયાઓના શોષણનો ભોગ બનવું પડે નહીં.
ખેડૂતોને તેમની ખેતી તેમજ પાક લીધા પછી તેના વેચાણ માટે દરેક તબક્કે યોગ્ય માર્ગદશર્ન માટે સાચી વ્યક્તિઓની જરૂર હોય છે. મારો પ્રયાસ છે કે આ મોડલ ટકાઉ બને, જેથી આઈઆઈટીની ટીમ સાથેનો સહયોગ પુરો થયા પછી પણ ખેડૂતો બધી કામગીરી પોતાના આપબળે બરાબર સંભાળી શકે.
પ્રોજેક્ટ ઓફિસર અને કૃષિ નિષ્ણાત તનુમોય બેરાના જણાવ્યા મુજબ તેઓ સંસાધનોના મહત્તમ રીતે સંતુલિત ઉપયોગ અને એ રીતે પર્યાવરણ ઉપર ન્યૂનતમ અસર માટે લાંબો સમય સુધી ટકાઉ ગણાય તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.
ડાંગરના વાવેતર માટેની "શ્રી" (સીસ્ટમ ઓફ રાઈસ ઈન્ટેન્સિફિકેશન – SRI) પદ્ધતિમાં પાણીની તથા જંતુનાશકોની જરૂર પરંપરાગત ખેતી કરતાં 30 થી 40 ટકા ઓછી રહે છે અને છતાં ચોખાની ઉપજ વધુ મળે છે. આ પ્રોજેક્ટની સફળતાના પગલે, નજીકના વિસ્તારોમાં વસતા બીજા ખેડૂતો પણ એની નોંધ લઈ રહ્યા છે, ઉત્સાહિત છે અને આ મોડલના પોતાના વિસ્તારમાં પુનરાવર્તન માટે આઈઆઈટીને વિનંતી પણ કરી રહ્યા છે. પ્રો. ભદોરિયાએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીનું નિદર્શન ટુંકા ગાળા - એક વર્ષ માટે કરવાના ઈરાદે અને તે રીતે વધુ ગામડાઓને આવરી લેવા માટે તેઓ ઉદ્યોગો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી નાણાંકિય ભંડોળની સહાય મેળવવા પ્રયત્નો કરશે.
“ઉન્નત ભારત અભિયાન” હેઠળ હાલનો પ્રોજેકટ ચાલી રહ્યો છે તે ખેંટીયા ગામે પ્રોજેક્ટ ત્રણ વર્ષ માટે ચાલશે. બીજા તબક્કામાં તેઓ સેન્સર આધારિત સિંચાઈ, સ્પ્રિન્કલર સિંચાઈ, માટીના પરીક્ષણ માટે સોઈલ ટેસ્ટીંગ કિટ્સ વગેરેનો પણ ઉપયોગ કરશે. અને આ પ્રોજેક્ટમાં જે કોઈ પાકનો ઉતાર મળે તેની વહેંચણી તમામ ખેડૂતોની જમીન માલિકાના પ્રમાણ મુજબ પ્રમાણસર રીતે કરાશે.

યોગ્ય આયોજનના અભાવે કૃષિવિકાસ લક્ષ્ય વિહોણો

દેશનો આધાર જે પર ટકી રહ્યો છે અને ગ્રામ્ય સમુદાયનો મોટા ભાગનો જન સમુદાય જે  પર નિર્ભર છે તેવી કૃષિ સંપત્તિની અવગણના કરવી દેશના આર્થિક વિકાસ અને જીડીપીના વૃદ્ધિ આંકને ઘાતક નિવડી શકે છે. કેન્દ્રીયકૃત યોજનામાં કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિ અને વિકાસ હાંસલ કરવા અગિયારમી પંચવર્ષિય યોજના (2007-12) દરમ્યાન કૃષિ મંત્રાલયના કૃષિ અને સહકાર વિૅભાગે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કરી હતી.
કૃષિક્ષેત્રમાં ક્ષેત્રમાં ખાનગી મૂડી રોકાણ અને ઉત્પાદન તેમજ નવીન ટેક્નોલોજી અને ઘરેલું ઉત્પાદન નિર્ભરતા વધારવા પર ભાર મુકવામાં આવ્યો હતો. આ યોજનાના લક્ષ્યાંકો સિદ્ધ કરવા કેટલીક રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી અને તેને પુરતું ભંડોળ પણ ફાળવવામાં આવ્યુ હતું.
આ યોજનાએ પુરતા લક્ષ્યાંકો અને તેની પરીયોજનાને બારમી પંચવર્ષિય યોજના દરમ્યાન પણ ચાલુ રાખવામાં આવી હતી. આ પરીયોજના 2007-08ના વર્ષ દરમ્યાન શરૂ કરવામાં આવી હતી અને કૃષિક્ષેત્રમાં 4%ના વૃદ્ધિદરને હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે કેન્દ્રિય સહાય દ્વારા પ્રોજેક્ટ કરવામાં આવી હતી.
રાજ્યમાં અગિયારમી પંચવર્ષિય યોજના દરમ્યાન દેશના 4.06%ના સરેરાશ વિકાસ દરની સામે ગુજરાતનો સરેરાશ વિકાસ દર 5.49% પ્રતિવર્ષ નોંધાયો હતો. રાજ્યમાં ઉત્પાદિત ધાન્ય પાકો અને બાગાયતિ પાકોના ઊંચા ભાવો, કપાસ તેમજ પશુધન ઉત્પાદનમાં વૃદ્ધિને કારણે વિકાસ આંક જળવાઈ રહ્યો હતો. કૃષિક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરવા 38 પરીયોજનાઓ તૈયાર કરવામાં આવી હતી. આ રૂપરેખાના માળખા પર અમલીકરણ કરીને સરકારે કૃષિક્ષેત્રમાં સ્થિરતા હાંસલ કરવાની હતી જેમાંથી 21 પરીયોજનામાં મહત્તમ લક્ષ્યાંક હાંસલ કરી શકાયો હતો જ્યારે 11 પરીયોજનાઓમાં આંશિક નિષ્ફળતા મળી હતી કે ઘટાડો નોંધાયો હતો. આ પરીયોજનાઓમાં કેટલીક તૃટીઓ અને અમલીકરણમાં ક્યાંક નિષ્ફળતા બહાર આવી હતી. જેમાં યોગ્ય ભંડોળની ફાળવણી તેમજ પરીયોજનામાં ચોક્કસ જોગવાઈના અભાવે અમુક યોજના નિર્ધારીત ધ્યેય હાંસલ કરે તે પહેલાં જ બંધ થઈ ગઈ હતી. પશુધનમાં પ્રસારીત રોગને કાબુમાં લેવા જીવવિકાસશાસ્ત્રીય અભિગમથી પરીયોજનામાં નાણાંકીય જોગવાઈ ન હોવા છતાં અનિર્ધારીત નાણાંકીય જોગવાઈ ઉપલબ્ધ કરવાની થતાં પણ યોજનાને એક નિષ્ફળતા રૂપ કારણ ઉભુ થવા પામ્યુ હતું. પરીયોજનાના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સ્તરીય અને મધ્યસ્તરીય એજન્સી થકી નિયંત્રણ કરવામાં અપુરતા સંકલનના અભાવે પ્રસ્તાવિત 26 ત્રિમાસિક બેઠકોની સામે માત્ર 11 બેઠકો બોલાવાઈ હતી.
ગુજરાત દેશના પશ્ચિમ ભાગમાં દરીયા કિનારે આવેલું છે અને 1600કિમીનો દરીયાઈ પટ્ટો ધરાવે છે. રાજ્યના 19.61 મિલિયન હેક્ટર ભૌગોલિક વિસ્તારમાંથી 98.01 લાખ હેક્ટર અર્થાત 50% વિસ્તારમાં ખેતી થાય છે. રાજ્યના દસેક જિલ્લાઓના 70% જમીન વિસ્તાર પર ખેતી થઈ શકે છે જ્યારે 9.75% વિસ્તારમાં જંગલો અને 10.50% જમીન વિસ્તાર ખરાબાની છે. રાજ્યમાં મહત્તમ તાપમાન અને કચ્છમાં રણ વિસ્તાર પાણીની અછતની સમસ્યાગ્રસ્ત છે. ગુજરાતમાંથી ઉત્પાદિત કૃષિ પેદાશોમાં નોંધપાત્ર પ્રદાન રહેલ છે. બાજરી, મગફળી અને કપાસનું ઉત્પાદન અન્ય રાજ્યોની સરખામણીએ નોંધપાત્ર છે. કૃષિમાં ધાન્ય પાકો ઉપરાંત બાગાયતી પાકોમાં અને પશુધન ઉત્પાદિત ચીજ વસ્તુઓમાં પણ  રાજ્યનો આંશિક ફાળો છે. જેમાં ફળો, શાકભાજી, દૂધ,ઈંડાં, ઉન જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે 2007-8થી 2013-14ના વર્ષ દરમ્યાન કૃષિ અને સહકાર વિભાગે નિર્ધારીત 2495.10 કરોડના નિર્દેશીત ખર્ચની સામે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં 2541.13 કરોડનો ખર્ચ નોંધવામાં આવેલ છે. આ મુજબ 46.03 કરોડનો તફાવત નિર્દેશીત થાય છે. રાજ્ય સરકારે 2007-08ના વર્ષનાં જિલ્લા કૃષિ યોજના અને સર્વગ્રાહી કૃષિ યોજના અંગેના 2.20 કરોડના ખર્ચના વપરાશી આંક સરકારે રજુ કર્યા નથી. વર્ષ 2008-09ના વર્ષના128.88 કરોડના ભંડોળની વિનિયોગ હિસાબી વિગતો રાજ્ય સરકારે ડિસેમ્બર 2014 સુધી હાથ ધરી નથી.
રાજ્યના કૃષિ અને પશુ સંપત્તિના વૃદ્ધ અને વિકાસમાં રહેલી તૃટીઓ અને પરીયોજના અમલીકરણની નીતિઓમાં સમવાયી આયોજન સ્થાપી ગ્રામ્ય માળખાકીય સમન્વયી આયોજન થાય તો દેશના અને રાજ્યના કૃષિ વિકાસ દરમાં વધારો સ્થાપી શકાય. આ અંગે સરકાર કેટલે અંશે સભાન છે અને સરકારની ખેડૂત અને કૃષિ પેદાશ વિષયક નીતિમાં સક્રિયતા અપનાવે તેમજ પરીયોજનાના સુદ્દઢ અમલીકરણ માટે યોગ્ય પગલાં ભરે છેકે કેમ તે જ એક સવાલ છે.

Monday 4 May 2015

વિશ્વભરમાં બૌદ્ધપૂર્ણિમાનું મહાત્મય

વૈશાખી પૂર્ણિમાનું મહાત્મય હિન્દું ધર્મની સાથે સાથે બૌદ્ધ ધર્મમાં પણ ખુબ માનવામાં આવે છે. વૈશાખી પૂર્ણિમાનો દિવસ ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલો રહ્યો છે. તેમનો જન્મ દિવસ, નિર્વાણ દિવસ અને તેમના જ્ઞાનમાર્ગની પ્રજવલ્લિત જ્યોતિનો દિન એ એકજ વૈશાખી પૂર્ણિમા રહ્યો છે. આ પ્રકારના દિવસોનો સંયોગ ભાગ્યેજ કોઈ મહાપૂરૂષના જીવનમાં આવતો હોય છે.
પૌરાણિક સમયથી વૈશાખી પૂર્ણિમાનું મહાત્મય માનવામાં આવે છે. આજના દિવસે ગંગામાં  પૂણ્ય સ્નાન અને દાનનું અત્યંત મહત્વ રહેલું છે. ગયામાં ભગવાન બુદ્ધના મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. જ્યાં તેમના દર્શન કરી પૂજા, આરતી અને અગરબતી કરવામાં આવે છે, દિપ પ્રાગટ્ય દ્વારા અજ્ઞાનતાના અંધકારને દુર કરવાનો તહેવાર છે. ભગવાન બુદ્ધની મૂર્તિની પૂજા, આરતી અને ફુલો ચડાવવામાં આવે છે.
ભગવાન બુદ્ધને કપરી તપસ્યાના અંતે આત્મજ્ઞાનનો સાક્ષાત્કાર થવા પામ્યો હતો. પૌરાણિક સાહિત્યોમાં બુદ્ધને ભગવાન વિષ્ણુના અવતાર ગણવામાં આવે છે. પરંતુ, બૌદ્ધ પંડિતો તેનું ખંડન કરી ભગવાન બુદ્ધને એક ફિલસૂફ તરીકે માને છે. વર્તમાન સમયમાં જ્યારે, વિશ્વમાં અશાંતિ અને માનવ અસહિષ્ણુતાનો પ્રભાવ જનમાનસમાં ફેલાયેલો છે ત્યારે, બુદ્ધના વિચારો સમાજમાં શાંતિ અને સભ્યતા તેમજ સહિષ્ણુતાનો સંદેશ આપે છે. ભગવાન બુદ્ઘની વિચારધારા સનાતન અને સાત્વિક છે. 2500 વર્ષ પહેલાં કરેલી તેમની વાતો આજે ત્રિપીટક ગ્રંથમાં સંગ્રહિત છે.
બૌદ્ધધર્મના અનુયાયીઓ ચીન, શ્રીલંકા, થાઈલેન્ડ, ભારત સહિત વિશ્વભરમાં ફેલાયેલા છે. આ તમામ અનુયાયીઓ માટે આજના દિવસનું આગવું મહત્વ હોય છે. આ દિવસને જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. બુદ્ધપૂર્ણિમા, વેસાક અને હનમતસૂરી જેવા નામોથી આજના દિવસને ઓળખવામાં આવે છે.જે દિવસને એક ભવ્ય તહેવારના રૂપમાં મનાવાય છે. બિહાર સ્થિત બોધગયા અને કુશીનગરમાં ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. પશુ પક્ષીઓને મુક્ત કરવામાં આવે છે, ગરીબોને દાન પૂણ્ય કરવામાં આવે છે. પવિત્ર ગણાતા બોધિવૃક્ષની પૂજા કરવામાં આવે છે તેમજ વૃક્ષને દૂધ અને સુંગંધિત પદાર્થોનું સિંચન કરવામાં આવે છે. બોદ્ધ શાસ્ત્રોક્તનું પઠન કરવામાં આવે છે તેમજ આજના દિવસે માંસાહારને વર્જિત માનવામાં આવે છે કારણ કે કરૂણ હ્રદયના ભગવાન બુદ્ધ હિંસાના વિરોધી હતા. આજના દિવસે બુદ્ધ ભગવાનના અસ્થિને દિલ્હી સંગ્રહાલયમાંથી બહાર લોક દર્શનાર્થે મુકવામાં આવે છે જ્યાં ભાવિક અનુયાયીઓ બહોળી સંખ્યામાં દર્શન કરે છે.
પોતાની આદર્શ વિચારધારા અને માનવતાવાદી તેમજ શાંતિ, અહિંસાના વૈશ્વિક ફેલાવા દ્વારા એક વિશ્વ માનવ તરીકે તેમની ગણના થાય છે. આજે વિશ્વભરમાં ફેલાયેલા તેમના અનુયાયીઓ બુદ્ધના વિચારને વરેલા છે. 2500 વર્ષ પહેલાં ભારત સહિત એશિયાના કેટલાય દેશોમાં પ્રસરેલા બોદ્ધધર્મનો સમયાંતરે પ્રસાર ઘટ્યા બાદ આંબેડકરે બોદ્ધ ધર્મને અપનાવી પુનઃ પ્રાણ ફૂક્યા અને બૌદ્ધ જ્યોતિને પ્રજવલ્લિત કરી. વર્તમાન સમયમાં બોદ્ધ ધર્મના અનુયાયીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો જાય છે.
ભગવાન બુદ્ઘ માણસના કર્મને અને વિચારોને વધારે મહત્વ આપતા હતા. જ્યારે આજના સમયમાં અશાંતિ અને સંકુચિતતા તેમજ ધાર્મિક કટ્ટરતા વધી રહી છે. આ સમયે બૌદ્ધના માનવતાવાદી અને અહિંસક વિચારો અપનાવવાની તાતી જરૂર જેટલી માનવ સમુદાયને વહેલી સમજાશે તેટલો માનવ કલ્યાણનો માર્ગ વહેલો પ્રસ્થાપિત થઈ શકશે.

Sunday 3 May 2015

મજૂર દિવસનો આડંબર અને મજૂરોની દુર્દશા

દુનિયા સહિત ભારતભરમાં પહેલી મેના દિવસને મજૂર દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ એટલે મજૂરોના હક અને ફરજોથી વાકેફ થઈ જાગૃતિ અને એકતા પ્રાપ્ત કરવાનો દિવસ. વિશ્વ વિકાસની ગતિએ  ટેક્નોલોજીના સમન્વયથી ખુબ હરણફાળ વિકાસ સાધી રહ્યુ છે ત્યારે, આજે પણ જો કોઈ કચડાયેલો કે પીસાયેલો વર્ગ હોય તો તે માત્ર મજૂર વર્ગ જ છે. શ્રમજીવી વર્ગના જીવન ધોરણને સુધારણાના પાયા પર મુકવાની ઠોસ નીતિ થકી જ દેશ કે દુનિયાનો સમાંતર વિકાસ શક્ય છે.

વિકાસને એક તરફી મુલવીને બીજા વર્ગની ઉપેક્ષા કરવાથી સર્વાંગી વિકાસ શક્ય નથી. પાયાની શરૂઆત ગરીબો અને મજૂરોના હિતાર્થે થાય ત્યારે વિકાસના પરિણામો સામાન્ય વર્ગ સુધી પહોચે છે તેમ કહી શકાય. વિકાસ અને જાગૃતિની અસમાનતા દેશના કે સમાજના વિકાસના રસ્તામાં રોડા બનીને ઉભરી ન જાય તે માટે સમાનતા જાળવવાની જવાબદારી જે તે સત્તાધિન શાસકોની હોય છે.
દેશનો ગરીબ અને મજૂર વર્ગ આજે પણ પોતાના સ્થાપિત અધિકારોની લડત લડી રહ્યો છે. શ્રમજીવી પરિવાર આજે પણ એજ આર્થિક સંકડામણ અને ભિંસના કારણે ગુજરાન ચલાવે છે.
દુનિયા જ્યારે મજૂર દિવસની ઉજવણી કરે છે ત્યારે સાચા મજૂરો ઉજવણીથી દુર પોતાના ગુજરાન માટે મજૂરી કરી રહ્યો હોય છે. મજૂરો પોતાના પરીવારના ગુજરાન માટે રાત દિવસ પસીનો પાડતા હોય છે. તેમના હિત અને ચિંતન માટે મોટી મોટી વાતો કરનારા લોકો પ્રવચન કરીને પાછા મજૂરોનું શોષણ કરવા નિકળી જાય છે. મજૂરોને પોતાના હકો કે ફરજો માત્ર બોર્ડ પર કે સંગઠનો પર જોવા મળશે. વાસ્તવિક આચરણમાં લેવા જશે ત્યારે, તેને યા તો પરીવારથી હાથ ધોવાનો વારો આવશે કાંતો મજૂરીથી દુર ભાગવું પડશે.
સમાજનો સાચો વિકાસ જ્યારે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમના પ્રાસ્તવિક માળખા દ્વારા સમાજ પોતાની ભોતિકતા ભોગવી શકે છે. તેજ વર્ગને અવગણીને જ્યારે દુનિયા આગળ વધવાના સપના જોતી હોય તો તે મૃગજળ સમાન છે. મજૂર દિવસની સાર્થકતા તેમાંજ રહેલી છેકે, જેમાં એક હિતચિંતક થઈ ગરીબો અને મજૂરોના હિતાર્થે કલ્યાણાર્થે આગળ આવી તેમની સ્થિતિ બદલવા પ્રયાસ કરવામાં આવે.

વર્લ્ડ પ્રેસ ફ્રીડમઃ અભિવ્યક્તિને વ્યક્ત કરવાનો દિવસ

વિશ્વ પ્રેસ દિવસને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મનાવવામાં આવે છે. પત્રકારિત્વમાં પોતાની જાન ગુમાવનાર પત્રકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે તેમજ વૈશ્વિક હીત માટે કાર્ય કરનારને આજના દિવસે બિરદાવવામાં આવે છે. આ વર્ષના ઈન્ડેક્ષમાં ભારતનું વૈશ્વિક પત્રકારિત્વ જગતમાં 136મુ સ્થાન છે અને આજ સુધીમાં 26 ભારતીય પત્રકારોએ પોતાની જાનની આહૂતિ આપી છે.
વિશ્વ પ્રેસ દિવસને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મનાવાય છે. અભિવ્યક્તિ સંકલિત થીમ પર દર વર્ષે 3જી મેના દિવસે વિશ્વભરમાં મનાવાય છે. પત્રકારીતામાં સિદ્ધિ હાંસલ કરવા અને સૈદ્ધાંતિક નીતિઓ માટે તૈયાર કરાયેલ થીમ પર આ વર્ષે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસનું આયોજન છે. જેમાં better reporting, gender equality અને media safety in the digital age ની થીમ UNO દ્વારા આ વર્ષે તૈયાર કરી છે.

પત્રકારીતાએ રાજકિય સુદ્રઢ વ્યવસ્થાનો ચોથો સ્તંભ(Forth piller) કહેવામાં આવે છે. રાજકીય તાકાતો જ્યારે કાબુ બહાર જાય કે પોતાની નિરંકુશ મર્યાદાઓ ઓળંગે ત્યારે પત્રકારીતા એક એવુ માળખુ છેકે જે તેને રોકી શકે છે. વિશ્વમાં લોકોને પત્રકારીતાથી અવગત કરવા અને સાર્વત્રિક જાગૃતિ લાવવા આ “વર્લ્ડ ફ્રીડમ ડે” થીમ તૈયાર કરાય છે. UNO દ્વારા ૧૯૯૩માં સૌ પ્રથમ આફ્રિકન પ્રેસને પ્રોત્સાહિત કરવા યોજાયેલ સેમિનાર બાદ તેને આજ પ્રર્યત મનાવવામાં આવે છે. દર વર્ષે નવા નવા થીમ પર UNO દ્વારા પત્રકારીતામાં જવાબદેહીની ભાવના જાગૃત કરવાનું કામ કરે છે. 1991માં દુનિયામાં સૌપ્રથમ વખત આફ્રિકામાં 3જી મેના રોજ “ફ્રી પ્રેસ” માટેના સિદ્ધાંતો “ડીકલેરેશન ઓફ વિન્ધોએક” સાથે મુકવામાં આવ્યા હતા તેની યાદમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. 1998થી શરૂ કરેલ થીમ પર સંવાદનો સીલસીલો આજે પણ યથાવત્ છે. દર વર્ષની આગવા વિષયની થીમ આ પ્રમાણે છે.
  • 1998માં પ્રથમ વખત ફ્રી પ્રેસ ઈઝ એ કોર્નર સ્ટોન ઓફ હ્યુમન રાઈટ્સ પ્રેસ
  • 1999માં ટર્બ્યુલેન્ટ ઈરાઝ, જનરેશનલ પ્રસ્પેક્ટીવ ઓન ફ્રીડમ ઓફ ધ પ્રેસ
  • 2000માં રીપોર્ટીંગ ધ ન્યુઝ ઈન એ ડેન્જર્સ વર્લ્ડ, ધ રોલ ઓફ ધ મિડીયા, ઈન કોન્પલિક્ટ સેટલમેન્ટ, રીકોન્સિલિએશન એન્ડ પીસ બિલ્ડીંગ
  • 2001માં નામ્બિયામાં સ્વાતંત્ર્ય દિવસ પર યોજાયેલ સંવાદનો થીમ કોમ્બેટીંગ રેસીઝ્મ એન્ડ પ્રમોટીંગ ડાયવર્સિટી, ધ રોલ ઓફ ફ્રી પ્રેસ
  • 2002માં કવરીંગ ધ વાર ઓન ગ્લોબલ ટેરરીઝ્મ
  • 2003માં ધ મિડીયા એન્ડ આર્મડ કોન્ફલિક્ટ
  • 2004માં હું ડિસાઈડ હાઉ મચ ઈન્ફર્મેશન
  • 2005 મિડીયા એન્ડ ગુડ ગવર્નન્સ
  • 2006માં ધ મિડીયા એઝ એ ડ્રાઈવર ઓફ ચેન્જ
  • 2007માં ધ યુનાઈટેડ નેશન્સ એન્ડ ધ ફ્રીડમ ઓફ પ્રેસ
  • 2008ના થીમમાં સેલિબ્રેટીંગ ધ ફન્ડામેન્ટલ પ્રિન્સીપલ્સ ઓફ પ્રેસ ફ્રીડમ
  • 2009ના થીમમાં ડાયલોગ, મ્યુચ્યુંએલ અન્ડરસ્ટેન્ડીંગ એન્ડ રિકોન્સીલિએશન
  • 2010માં બ્રિસબેન ખાતેના સંવાદનો મુખ્ય થીમ ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશનઃ ધ રાઈટ ટુ નો.
  • 2011માં વોશિંગ્ટન ખાતે થયેલા પરીસંવાદનો મુખ્ય થીમ 21 સેન્ચ્યુરી મિડીયાઃ ન્યુ ફ્રન્ટીયર્સ, ન્યુ બેરીયર્સ
  • 2012નો પરીસંવાદ થીમ ટ્યુનિશીયા ખાતે યોજાયો હતો જેમાં ન્યુ વોઈસીઝઃમિડીયા ફ્રીડમ
  • 2013માં સેફ ટુ સ્પીકઃ સેક્યુરીંગ ફ્રીડમ ઓફ એક્સપ્રેસન ઈન ઓલ મિડીયા
  • 2014માં ફ્રાન્સમાં યોજાયેલ સંવાદનો થીમ મિડીયા ફ્રીડમ ફોર એ બેટર ફ્યુચરઃ શેપીંગ ધ પોસ્ટ-2015 ડેવલપમેન્ટ એજન્ડા
  • 2015માં લેટ જર્નાલિઝ્મ થ્રીવ, ટુવાર્ડઝ બેટર રીપોર્ટીંગ, જેન્ડર ઈક્વોલિટી એન્ડ મિડીયા સેફટી ઈન ધ ડિઝીટલ એઝ.
પત્રકારીતા સમાજમાં દર્પણનું કાર્ય કરતું એક પારદર્શી માધ્યમ છે. જેમાં મિશન અને આદર્શોનો સમન્વય થયેલ છે. દુનિયામાં જયારે માણસે પૈસા પાછળ દોટ મુકી છે ત્યારે પત્રકાર માહિતીને વધુ પ્રાધાન્ય આપે છે. દુનિયાના તમામ દેશોએ પ્રેસ પ્રત્યે પોતાની જવાબદારીઓ અદા કરી છે. આજે ઘણા દેશો એવા છે કે જ્યાં પ્રેસ માટે અનુકૂળ વાતાવરણ છે જ્યારે કેટલાક દેશોમાં વિષમ સ્થિતિઓ પણ છે. ભારત સમગ્ર વિશ્વમાં આ ઈન્ડેક્ષમાં 136મા ક્રમાંક પર છે જે ગયા વર્ષે 140માં ક્રમે હતું.
વિશ્વ પ્રેસ દિન એટલે સમાજમાં એક પત્રકાર તરીકેની વૈશ્વિક જવાબદારી અને સિદ્ધાંત સાથેની સાનુકૂળતા દ્વારા દેશોના સિમાડાઓ ઓળંગીને માનવ જાતના હિત માટે કરેલા કાર્યોને યાદ કરવાનો અને નવી પેઢીઓને પ્રજવલ્લિત કરવાનો દિવસ છે. આ દિવસે તેવા તમામ લોકોને યાદ કરવામાં આવે છે કે જેમણે પોતાની અમીટ છાપ ઈતિહાસમાં મુકી છે. પત્રકારિત્વમાં પોતાના દેહની આહૂતિ આપનાર જાંબાઝ પત્રકારોને યાદ કરવામાં આવે છે તેમને સન્માનિત પણ કરવામાં આવે છે. વૈશ્વિક સુલેહ અને શાંતિકરણમાં મિડીયાની ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટેના પ્રયત્નો આજના કરવામાં આવે છે.
દુનિયાએ જ્યારે વૈશ્વિકીકરણના લીધે સુક્ષ્મ સ્વરૂપ લીધુ છે અને ટેક્નોલોજીના કારણે માહિતીના આદાનપ્રદાનની સવલતો વધી છે. પત્રકારિત્વના જગતમાં મિશન, કમિશન અને એમ્બિશન    થી જોડાયેલા તમામે માહિતીની સુનિશ્ચિતતા અને સાત્વિકતા ચકાસવી રહી અને મિડીયા આારસંહિતાને અનુસરી સમાજ અને દેશના કલ્યાણમાં  સમર્પિત રહેવુ એજ આજના દિવસની સાર્થકતા હોઈ શકે.

Friday 24 April 2015

किसान कि खुदखुशी पर राजनीति

दिल्ली मे किसान ने खुदखुशी करने कि घटना एक एसे मोक मोके पर लाकर खडा कर देता है कि सत्ताधिशो को सोचने के लिए मजबूर होना पडे । लेकिन  फिर भी ये राजकिय पार्टीयां कि निर्लज्जता तो देखीये, ये शवो पर राजनीति करने उतर जाती है।
प्रधानमंत्री बनने से पहले बिहार मे बम धमाका करवाकर उक्सानेवाला भाषण देनेवाला नरेन्द्र मोदी केजरीवाल को उपदेश दे रहा है। अपने आप मे झांककर क्यु नही देकते, क्यां कर रहे है वो ऐसा, कि एक किसान को राजस्थान से दिल्ही आकर खुदखुशी करनी पड रही है। सरकार उनकि है, समस्या भी उन्हो ने खड़ी कि है, समाधान भी वो सब लोगो को मिलकर करना है । फिर भी ये कुछ तरीका निकाल ने से पहले कोई ट्वीट्टर पर राजनीति करता है, तो कोई शेरीयो मे । कितने दिन पकती रहेगी ये तुम्हारी रोटीयाँ और कितने दिन तक शहीद होते रहेंगे किसान ।
समाज मे एक किसान ही एसा है जिसको खुदखुशी करनी पड रही है, आखीर क्युं, ईसलिए तो नही कि वो लोगो को गेहु, बाजरा लोगो को खीलाता है ।
आज गुजरात के एक गांव मे किसानने खुदखुशी करने का प्रयास किया लेकिन वो बच गया और पुलिस ने उसको गिरफ्तार कर लिया । उसका गुनाह यह कि वो बच गया? कंपनी ने उसकि पर विन्डफार्म लगा कर गेरकानुनी जमीन हडप ली थी । उसको कोई मिडीया भी मुद्दा नही बना रहा । आखीर इसलीए कि वो गुजरात है, वहां नरेन्द्र मोदी का पाप से उस कि जमीन गई है ।

Thursday 16 April 2015

રાજ્યમાં કૃષિ વિષયક સ્થિતિ અને સિદ્ધ થયેલ લક્ષ્યાંકો

દેશનો આધાર જે પર ટકી રહ્યો છે અને ગ્રામ્ય સમુદાયનો મોટા ભાગનો જન સમુદાય જે પર નિર્ભર છે તેવી કૃષિ સંપત્તિની અવગણના કરવી દેશના આર્થિક વિકાસ અને જીડીપીના વૃદ્ધિ આંકને ઘાતક નિવડી શકે છે. કેન્દ્રીયકૃત યોજનામાં કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિ અને વિકાસ હાંસલ કરવા અગિયારમી પંચવર્ષિય યોજના (2007-12) દરમ્યાન કૃષિ મંત્રાલયના કૃષિ અને સહકાર વિૅભાગે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કરી હતી. આ ક્ષેત્રમાં ખાનગી મૂડી રોકાણ અને ઉત્પાદન તેમજ નવીન ટેક્નોલોજી અને ઘરેલું ઉત્પાદન નિર્ભરતા વધારવા પર ભાર મુકવામાં આવ્યો હતો. આ યોજનાના લક્ષ્યાંકો સિદ્ધ કરવા કેટલીક રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી અને તેને પુરતું ભંડોળ પણ ફાળવવામાં આવ્યુ હતું.
આ યોજનાએ પુરતા લક્ષ્યાંકો અને તેની પરીયોજનાને બારમી પંચવર્ષિય યોજના દરમ્યાન પણ ચાલુ રાખવામાં આવી હતી. આ પરીયોજના 2007-08ના વર્ષ દરમ્યાન શરૂ કરવામાં આવી હતી અને કૃષિક્ષેત્રમાં 4%ના વૃદ્ધિદરને હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે કેન્દ્રિય સહાય દ્વારા પ્રોજેક્ટ કરવામાં આવી હતી.
રાજ્યમાં અગિયારમી પંચવર્ષિય યોજના દરમ્યાન દેશના 4.06%ના સરેરાશ વિકાસ દરની સામે ગુજરાતનો સરેરાશ વિકાસ દર 5.49% પ્રતિવર્ષ નોંધાયો હતો. રાજ્યમાં ઉત્પાદિત ધાન્ય પાકો અને બાગાયતિ પાકોના ઊંચા ભાવો, કપાસ તેમજ પશુધન ઉત્પાદનમાં વૃદ્ધિને કારણે વિકાસ આંક જળવાઈ રહ્યો હતો. કૃષિક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરવા 38 પરીયોજનાઓ તૈયાર કરવામાં આવી હતી. આ રૂપરેખાના માળખા પર અમલીકરણ કરીને સરકારે કૃષિક્ષેત્રમાં સ્થિરતા હાંસલ કરવાની હતી જેમાંથી 21 પરીયોજનામાં મહત્તમ લક્ષ્યાંક હાંસલ કરી શકાયો હતો જ્યારે 11 પરીયોજનાઓમાં આંશિક નિષ્ફળતા મળી હતી કે ઘટાડો નોંધાયો હતો. આ પરીયોજનાઓમાં કેટલીક તૃટીઓ અને અમલીકરણમાં ક્યાંક નિષ્ફળતા બહાર આવી હતી. જેમાં યોગ્ય ભંડોળની ફાળવણી તેમજ પરીયોજનામાં ચોક્કસ જોગવાઈના અભાવે અમુક યોજના નિર્ધારીત ધ્યેય હાંસલ કરે તે પહેલાં જ બંધ થઈ ગઈ હતી. પશુધનમાં પ્રસારીત રોગને કાબુમાં લેવા જીવવિકાસશાસ્ત્રીય અભિગમથી પરીયોજનામાં નાણાંકીય જોગવાઈ ન હોવા છતાં અનિર્ધારીત નાણાંકીય જોગવાઈ ઉપલબ્ધ કરવાની થતાં પણ યોજનાને એક નિષ્ફળતા રૂપ કારણ ઉભુ થવા પામ્યુ હતું. પરીયોજનાના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સ્તરીય અને મધ્યસ્તરીય એજન્સી થકી નિયંત્રણ કરવામાં અપુરતા સંકલનના અભાવે પ્રસ્તાવિત 26 ત્રિમાસિક બેઠકોની સામે માત્ર 11 બેઠકો બોલાવાઈ હતી.
ગુજરાત દેશના પશ્ચિમ ભાગમાં દરીયા કિનારે આવેલું છે અને 1600કિમીનો દરીયાઈ પટ્ટો ધરાવે છે. રાજ્યના 19.61 મિલિયન હેક્ટર ભૌગોલિક વિસ્તારમાંથી 98.01 લાખ હેક્ટર અર્થાત 50% વિસ્તારમાં ખેતી થાય છે. રાજ્યના દસેક જિલ્લાઓના 70% જમીન વિસ્તાર પર ખેતી થઈ શકે છે જ્યારે 9.75% વિસ્તારમાં જંગલો અને 10.50% જમીન વિસ્તાર ખરાબાની છે. રાજ્યમાં મહત્તમ તાપમાન અને કચ્છમાં રણ વિસ્તાર પાણીની અછતની સમસ્યાગ્રસ્ત છે. ગુજરાતમાંથી ઉત્પાદિત કૃષિ પેદાશોમાં નોંધપાત્ર પ્રદાન રહેલ છે. બાજરી, મગફળી અને કપાસનું ઉત્પાદન અન્ય રાજ્યોની સરખામણીએ નોંધપાત્ર છે. કૃષિમાં ધાન્ય પાકો ઉપરાંત બાગાયતી પાકોમાં અને પશુધન ઉત્પાદિત ચીજ વસ્તુઓમાં પણ રાજ્યનો આંશિક ફાળો છે. જેમાં ફળો, શાકભાજી, દૂધ,ઈંડાં, ઉન જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે 2007-8થી 2013-14ના વર્ષ દરમ્યાન કૃષિ અને સહકાર વિભાગે નિર્ધારીત 2495.10 કરોડના નિર્દેશીત ખર્ચની સામે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં 2541.13 કરોડનો ખર્ચ નોંધવામાં આવેલ છે. આ મુજબ 46.03 કરોડનો તફાવત નિર્દેશીત થાય છે. રાજ્ય સરકારે 2007-08ના વર્ષનાં જિલ્લા કૃષિ યોજના અને સર્વગ્રાહી કૃષિ યોજના અંગેના 2.20 કરોડના ખર્ચના વપરાશી આંક સરકારે રજુ કર્યા નથી. વર્ષ 2008-09ના વર્ષના128.88 કરોડના ભંડોળની વિનિયોગ હિસાબી વિગતો રાજ્ય સરકારે ડિસેમ્બર 2014 સુધી હાથ ધરી નથી.
રાજ્યના કૃષિ અને પશુ સંપત્તિના વૃદ્ધ અને વિકાસમાં રહેલી તૃટીઓ અને પરીયોજના અમલીકરણની નીતિઓમાં સમવાયી આયોજન સ્થાપી ગ્રામ્ય માળખાકીય સમન્વયી આયોજન થાય તો દેશના અને રાજ્યના કૃષિ વિકાસ દરમાં વધારો સ્થાપી શકાય. આ અંગે સરકાર કેટલે અંશે સભાન છે અને સરકારની ખેડૂત અને કૃષિ પેદાશ વિષયક નીતિમાં સક્રિયતા અપનાવે તેમજ પરીયોજનાના સુદ્દઢ અમલીકરણ માટે યોગ્ય પગલાં ભરે તે જ એક સવાલ છે.

Tuesday 14 April 2015

आंम्बेडकर एक विरल व्यक्तित्वः क्रांति कि मिशाल

डॉ. भीमराव आंबेडकर भारतवर्ष मे एक ज्योत बनकर आये थे । वो खुद को जलाकर समाज मे समानता कि रोशनी फैलाकर चला गया । उसने पारंपारिक दिवारे तौडकर वंचित समाज और बहिष्कृत भारत के लिये जो किया है, काश, उस समय का कोई भी आदमी करने मे नाकाम था ।
एक सामान्य परीवार मे पैदा हुआ एक विरल व्यक्ति ने अपनी खुद कि प्रतिभा के बल पर सामाजिक, आर्थिक और राजनितिक बदलाव लाने मे अहम् भूमिका निभाई ।
डो. बाबासाहब भीमराव रामजीराव आंबेडकर का जन्म 14 अप्रिल 1891 मे मध्यप्रदेश कि महु लश्करी छावनी मे हुआ था । उस के पिता रामजीराव लश्करी स्कुल मे अध्यापक था और माता भीमाबाई गृहस्थी थे ।
संघर्ष के काल मे सामाजिक अस्पृश्यता का कलंक मिटाकर पिछडे समाज और पददलितो कि उन्नति के लिये उनका जो प्रदान रहा है वो विस्मरणीय है ।
वो समय मे अकेला लडते झझुमते दलितो, महिलाओ और मजदूरो के हीतो कि  हिफाजत उन्हो ने कि है शायद आज के समय मे काश कोई नही कर पाया । हिन्दूं धर्म मे व्यापत् गंदी रीतिनीतिओ से तंगे आकर उन्हो ने धर्म परीवर्तन करने का फैसला किया जो एक क्रांति कि मिशाल माना जाता है।
 आज के दिन उन को फूलो कि माला पहनाने वाले और लंबे चौडे भाषण फैंकने वाले नेता यह नही जानता कि बाबा साहब दलित नही थे, वो एक महा मानव थे । सर्व समाज के हित, समानता और बृहद् भारत के हितो कि हीफाजत के लिये अपना जिवन कुरबान कर दिया था । उनको एक दलित या महादलित बनाकर छोटा करने का हीन कृत्य आज के आंम्बेडकरवादी समुह कर रहे है ।
उनके मिशन को भुलकर अपनी छोटी राजनीतियो मे समाज व्यस्त हो गया है । समाज मे नये तरीके से फैली गंदकी को साफ करने के लिये फिर नया बोधिसत्व आंम्बेडकर का ईन्तजार है।

Monday 13 April 2015

વડાપ્રધાનની વિદેશયાત્રાઃ હલ્કી પ્રસિદ્ધિવાળી કે કૂટનીતિઓનો સમન્વય?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે છે. ગત્ યુપીએ સરકાર વખતે વિદેશપ્રવાસ મુદ્દે ચૂટકી લેનાર ભાજપ મોદીના વિદેશ તમાશાઓના મુદ્દે મૌન છે અને પ્રવાસને વિકાસના નવા રૂપથી જોઈ રહી છે. વડાપ્રધાન વિદેશમાં કૂટનિતીઓ કરતાં પ્બલિસીટી વધારે કરી રહ્યા છે. વિદેશ પ્રવાસ વખતે પોતાના દેશના રાજનિતિજ્ઞો તરફ હૂમલા કરીને મોદીઓએ પોતાને સડકછાપ નેતા હોવાનો વધુ એક પુરાવો આપી દીધો છે.
વાજપાયી સહીતના અગાઉના નેતાઓમાં જે વિદેશનીતિ અને કુનેહ હોવી જોઈતી હતી તેની મોદીમાં સપષ્ટ કમી જોવા મળી રહી છે. મોદીનો વિદેશમાં જઈને દેશની પૂર્વ સરકારો પર પ્રહારો કરવામાં કઈ દેશહીતની નીતિ છુપાયેલી છે તે એક સંસોધનનો વિષય છે.
મોદી વિદેશમાં વસતા ભારતીય નાગરિકોને સંબોધે તે એક સકારાત્મક શરૂઆત છે. વિદેશી નાગરિકો સાથે સકારાત્મકતા કેળવી ભારત પ્રત્યે નવીન અભિગમ ઉભો કરવામાં મોદી પ્રયત્નો કરે તે આવકાર્ય છે. પરંતું, દેશની લોકશાહીના હીતોને ધ્યાનમાં રાખવા પણ જરૂરી છે. રાજનીતિ અને દેશનીતિમાં તફાવત સમજવો જોઈએ. વડાપ્રધાન એટલા તો ગાફેલ નથીજ પરંતું, પોતે પોતાના નીજી સ્વાર્થ અને હલકી પબ્લિસિટી માટે દેશની લોકશાહીને ભાંડીને પોતાના પગ પર કુહાડો તો નથી મારી રહ્યાને.
દેશને નવા ક્ષેત્રની ઉડાનો પર પહોચાડવા અને અચ્છે દિનો કે વાદોના સ્વપ્નાઓ પર સવાર થઈને આવેલી મોદી સરકાર દેશના આંતરિક પ્રશ્નોના ઉકેલો લાવે તોય ઘણુ છે. અન્ય દેશોમાં પોતાનો ડંકો વગાડવામાં અને હલ્કી પબ્લિસિટી મેળવવામાં માહેર મોદી વિદેશની કૂટનીતિઓમાં કાચા રહેશે તો નવાઈ નહી. દેશના એક જવાબદાર નાગરિકની ભાષામાં વાત કરવી જોઈએ, પોતે વિદેશમાં લોકતાંત્રિક ભારતનું પ્રતિનિધિત્વ કરવા ગયા છેકે ભાજપનું તે દેશના પ્રબુદ્ધ સમાજે સમજવાનો સમય છે.