Thursday 10 April 2014

નરેન્દ્ર મોદી વારાણસી અને વડોદરા બેઠક

નરેન્દ્ર મોદી વારાણસી અને વડોદરા બેઠક પર કેમ ચૂંટણી લડી રહ્યા છે
  • નરેન્દ્ર મોદીનો હિન્દુત્વવાદી છુપો એજન્ડા
  • જો ના હોય તો મુજ્જફરનગર કે અલીગઢ પરથી ચૂંટણી કેમ નથી લડતા
  • નરેન્દ્ર મોદી વેવ જેવુ જો હોય તો તેમણે બે બેઠક પરથી ચૂંટણી લડવાની જરુર પણ ના હોઈ શકે.
  • હિેન્દુવાદી વ્યક્તિત્વના મુદ્દે ચૂંટણી લડતા હોય તો તે પ્રધાનમંત્રી પદને લાયક ના હોઈ શકે
  • જો ગુજરાતના વિકાસના મુદ્દાને આધાર બનાવે અને કોંગ્રેસ મુક્ત દેશ બનાવવાની વાત કરતા હોય તો કોંગ્રેસ સાથે સાંઠ ગાંઠ કરી ભાજપના સમર્થકોની અવગણના કરી કોંગ્રેસના આયાતીઓને ટિકિટ કેમ આપવામાં આવી રહી છે અને કોંગ્રેસ મુક્ત ભારત બનાવવા માગતા નરેન્દ્ર મોદી સત્તા ભુખ સંતોષવા માટે કોંગ્રેસ યુક્ત ભાજપ બનાવી રહ્યા છે.
  • નરેન્દ્ર મોદી પોતાના કાર્યક્ષેત્ર વડોદરા બેઠક પરથી ચૂંટણી લડી પોતે રાષ્ટ્રીય કક્ષાના નેતા નહી પણ પ્રાદેશિક કક્ષાના નેતા હોવાનું પુરવાર કર્યુ છે.
  • નરેન્દ્ર મોદીનો અસલી ચહેરો રજુ કરવામાં વિપક્ષીઓ અસફળ રહ્યા અને મોદી પોતાનો ચહેરો વિશ્વ સમક્ષ રજુ કરવાની તકો ઝડપતા રહ્યા તેના કારણે મોદી આજે વિપક્ષો માટે પડકારરૂપ બન્યા છે.
  • નરેન્દ્ર મોદી કદાચ પ્રધાનમંત્રી પદ સુધી પહોચી જશે તો તેમની લોકપ્રિયતા અને ઝુવાળ કરતા ગુજરાત કોંગ્રેસની અસક્ષમ નેતાગીરી અને યુપીએ સરકાર પ્રત્યેનો લોક રોષ તેમની સફળતાનું મહત્વનું કારણ હશે.
  • પોતાના માટે સુરક્ષિત બેઠક શોધી ત્યાંથી ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ધાર કરનાર અને બે બે બેઠકો પરથી લડનાર નરેન્દ્ર મોદી લોકો પર કેટલા વિશ્વસ્ત છે તે પણ સોચનિય છે.
  • અરવિંદ કેજરીવાલ ભષ્ટ્રાચારના જંગ સામે એક યમરાજ સમાન બની ચુક્યા છે તે સુરક્ષિત બેઠક શોધવા કરતાં મોટા મોટા દિગ્ગજોને ખુલ્લો પડકાર ફેકી લલકારે છે તે તેમની એક નૈતિક હિંમત વ્યક્ત કરે છે.
  • કોંગ્રેસ પક્ષે વડોદરા સીટ પર યુવા ઉમેદવાર પસંદ કર્યો હોવાથી પોતાને જીતવાની ઉજળી તકો દેખાતા પોતાને વડોદરા સીયના દાવેદાર પ્રયુક્ત કર્યા.જો પોતાનો લોકપ્રિયતાનો ગ્રાફ વધુ હોય તો તેમણે કેજરીવાલની જેમ કોઈ સક્ષમ નેતા સામે ટક્કર આપવી જોઈએ.
  • નરેન્દ્ર મોદી ગુજરાતને પોતાનું વિકાસલક્ષી મોડલ ગણાવે છે.તો પોતાના લોકશાહી વિરોધી નિતિ નિર્ણયો અને ખ્યાલો પર પણ પ્રત્યાઘાત પડે તે ખુબ જરુરી છે.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.