Wednesday 23 April 2014

પુસ્તકો સાથેની મિત્રતા:એક અતુટ નાતો

પુસ્તકો સાથેની મિત્રતા:એક અતુટ નાતો


વાંચન આત્માનો ખોરાક ગણાય છે.વાંચનથી માણસની જિજ્ઞાસાવૃતિ અને અભિલાષા જાગે છે.મહાન સંત અને આધ્યાત્મિક સ્વામી વિવેકાનંદ પણ પુસ્તકોના ખુબ આગ્રહી હતા,તેઓ કહેતાકે પુસ્તકો નર્કને પણ સ્વર્ગમાં ફેરવી નાખે છે.ઉત્તમ વિચારો અને જ્ઞાનની સંતૃષ્ટી પુસ્તકો સિવાય પ્રાપ્ત કરવી ખુબ મુશ્કેલ છે.વર્તમાન સમય માહીતી અને ટેકનોલોજીનો સમય ગણાય છે ત્યારે પુસ્તકોના સહકાર અને વાંચન વગર આ દુનિયાની હલચલથી વાકેફ રહેવું અશક્ય છે.વિશ્વ પુસ્તક અને કોપી રાઈટ દિવસ વૈશ્વિક મહાન લેખક કાર્લ માર્કસ અને અન્ય કેટલાક વિચારકોની યાદમાં UNESCO દ્વારા સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે.
આપણે પુસ્તકોનો અતુલ્ય વારસો ધરાવીયે છીએ..પ્રાચિનકાળથી અર્વાચિન સમય સુધીમાં સાહિત્યના અને સજીવાત્મક સબંધને અનુલક્ષીને અઢળક સાહિત્ય સર્જન કરવામાં આવ્યું છે.મહાભારત,રામાયણ જેવા ગ્રંથો આપણા આદર્શ પાત્રોનો ભવ્ય પરીચય કરાવે છે અને તેમની છાપ આપણે ભુસી શકતા નથી.મધ્યકાલિન સમયમાં ભારતિય સમાજે પ્રબુદ્ધ લેખકો અને સામાજીક વિચારકો આપ્યા છે.

વર્તમાન સમયમાં માણસ પોતાના કામ અને ધંધાની વ્યસ્તતાના કારણે પુસ્તકોથી વેગળો થતો જઈ રહ્યો છે તેથી તેની વૈચારીક ક્ષમતા અને નિર્ણાયકતામાં પણ ઉણપ રહેલી જોવા મળે છે.નમ્રતા અને સાલસતા ઉપરાંત એક પ્રભાવક નેતૃત્વ અને વૈચારીક તાકાતનો પાદુર્ભાવની આજના સરેરાશ સામાજિક વર્ગમા ઉણપ જોવા મળે છે.વર્તમાન સાહીત્ય પણ રોકડીયુ હોય તેમ કોઈ જ્ઞાનવર્ધક અને પ્રભાવક તેમજ નિષ્પક્ષ જોવા મળતું નથી.વાંચન કોઈ લાગણીઓનો ધોધ નથી કે ભાષા વ્યક્તિત્વનું પાસુ પણ નથી પરંતું આજનો પ્રબુદ્ધ સમાજ તેમાં બાકાત ના હોય તેવું લાગે છે.
પુસ્તકો સાથેની મિત્રતા વિકટ સમયમાં માર્ગદર્શન અને હૂફ પુરી પાડી માનસિક વ્યક્તિત્વનું ધડતર તથા સામાજિક પુનરુત્થાન કરવામાં સૌથી અગ્રેસર ફાળો આપે છે.માત્ર પુસ્તકીયુ જ્ઞાન પુરતું નથી તેનો સામાજિક નેતૃત્વદાયી અને સહકારાભિલાષી ઉપયોગ થાય તે પણ ખુબ જરુરી છે.વર્તમાન સમયમાં ટેકનોલોજીનો વ્યાપ વધી જતાં મનોરંજનના સાધનોએ અને ઝડપથી ચાલતી દુનિયા સાથે કદમ મિલાવવા આજનો માણસ સતત પુસ્તકથી દુર ભાગી રહ્યો છે મોબાઈલ,ટેબ્લેટ,કમ્પ્યુટરની વચ્ચે આજના પુસ્તકાલયો અને સંગ્રહાલયો ઘુળ ખાય છે.
વિશ્વ પુસ્તક દિવસ આપણને અને સામાજિક પ્રબંધન સમાજને આગવી ઓળખ સ્થાપિત કરવા અને ક્રાંતિકારી પરીવર્તન દ્વારા વૈશ્વિક ઓળખ પ્રાપ્ત કરવા જ્ઞાનપીપાસુ બનવાની તાતી જરુર છે અને સાંપ્રત સમાજની માંગ પણ છે.તો આવો સાથે મળી સામાજિક દાયિત્વ નિભાવવામાં ખુબ અગ્ર ભૂમિકા ભજવતા પુસ્તકોનું સતત વાંચન અને મનન કરી સમાજની પૃષ્ઠભૂમિ મજબૂત કરવામાં તાદાત્મય આપીએ.


No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.