Sunday 10 August 2014

શું વાજપેયી અને નેતાજીને "ભારત રત્ન" આપવામાં આવશે?

દેશના સર્વોચ્ય સમ્માન ભારત રત્નને લઈને દેશમાં હાલ ચર્ચાઓનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે.ગૃહ મંત્રાલયના એક અધિકારીએ રીઝર્વ બેંકને પાંચ ભારત રત્ન તૈયાર કરવા આપ્યા હોવાની પૃષ્ઠી કર્યા બાદ અટકળો વધુ બનતી જાય છે.
દેશના પૂર્વ વડાપ્રધાન વરિષ્ઠ અટલ બિહારી વાજપેયી તેમજ આઝાદીના લડવૈયા અને નેતાજીના હુલામણા નામથી ઓળખાતા સુભાષચંદ્ર બોઝને દેશના સર્વોત્તમ એવોર્ડથી નવાજવામાં આવે તેવી શક્યતા વધુ છે.ભાજપ અને સંઘ તેમજ કેટલાક સ્વૈચ્છિક સંગઠનો પણ વાજપેયીને ભારત રત્ન આપવાની માંગ કરી ચુક્યા છે.જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝને પણ ભારત રત્ન આપવાની માંગ ઘણા સમયથી થતી રહી છે.
સ્વાતંત્ર્ય પર્વ પર વડાપ્રધાન આ નામોની જાહેરાત કરે તેવી શક્યતા છે.ભારત રત્ન વર્ષમાં ત્રણ આપી શકાય છે ત્યારે પાંચ મેડલ તૈયાર કરવા આપ્યા હોઈ શું કરશે તે પણ એક અટકળનો વિષય છે.
દેશમાં બીજા પણ ધણા નામો પર ચર્ચા થઈ શકે છે કે જેમને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવે તેવી સંભવાના છે,આ માટે કોઈ ઔપચારિક વિધિ કરવામાં આવતી નથી ફક્ત વડાપ્રધાન રાષ્ટ્રપતિને આ બાબતોથી વાકેફ કરી પસંદગીના નામો વિશે જણાવતા હોય છે.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.