Saturday 16 August 2014

મારા દાદાને અંતરનો અવાઝ...દાદા સાંભળશો....


વિક્રમ સંવત તિથિ અનુસાર આજે મારા આદરણીય દાદાની પૂણ્ય તિથિ છે.આ દિવસ નથી તો મારા માટે પૂણ્યનો દિવસ કે નથી મારા પરિવાર માટે અને નથી તો મારા દાદા માટે પણ....
હુ દુનિયામાં જેને સૌથી વધુ ચાહતો હતો તેવા મારા આદરણિય દાદા આજના અભાગી દિવસે મને તરછોડી કાયમ માટે ચાલ્યા ગયા અનંતની વાટે...
શિતળા સાતમનો દિવસ અને 27 ઓગસ્ટનો ગોજારો દિવસ મારા જિવન માટે મોટી ખોટ આપનારો બની ગયો જેની પૂર્તિ હુ આજિવન નહી કરી શકું...
મારા દાદા જે મારા આવવાની રાહ જોતા હતા...નાના બાળકની માફક રડીને મારી પાસે મન હળવુ કરતા હતા...એવો લ્હાવો હવે મને નથી સાંપડવાનો..
આ સમગ્ર વર્ષ દરમ્યાન મને તેમની ખુબ ખોટ સાલી છે...
મારા દાદા મને કહેતા હુ મરીશ ત્યારે વૃક્ષો પણ રડશે પણ મને એમ હતું કે મારા દાદાને શુ થાય તેમને મોત ના આવે હુ મર્યા પછી તેમને મોત આવશે પણ તે મને છોડીને ચાલ્યા ગયા છે મને લઈ જવાની કોઈ દરકાર ના કરી....તેમના મૃત્યું દિવસે ખરેખરી ગમગીની હતી વાતાવરણમાં પણ...
તેઓ બહુવિદ્ય વ્યક્તિત્વ ધરાવતા હતા.તેમની આવડત અને કુશળતા ખુબ હતી.તેમનામાં વિવિધ કામોની આવડત પણ અદ્દભુત હતી..તેઓ અભણ હતા પણ સામાજિક મોભો અને માન સન્માનના હકદાર હતા.
હુન્ન્રર કળા અને ગૃહ બનાવટની વસ્તુઓમાં તેઓ ખુબ માહિર હતા...તેમની સદ્દગુણોની યાદી લાંબી છે તેમનું દિલ ખુબ ભોળુ હતું અને સામાન્ય બાળક બનીને વર્તતા અને સજ્જ્ન જોડે તેવો વર્તાવ પણ કરતા હતા. તેઓ ગમે તેને ગમે તેવુ બોલતા પણ તોય નિર્દોષ ભાવે..
તેઓ મને ચાહતા હતા તો હુ પમ તેમને આજે પણ એટલાજ યાદ કરુ છુ મારુ હ્રદય રોજ તેમને યાદ કરી આક્રંદ કરે છે...હુ ભગવાનને પડકાર કરુ છુ કે મને મારા દાદા જોડે સુવાનો મોકો આપે...
તેમને કેન્સરની અસાધ્ય બિમારી હતી અને તેની સામે ઝઝૂમનાર મારા દાદાને હુ ધન્યવાદ આપુ છુકે તેઓ આટલી હદે ઝઝુમી શક્યા...તેમની સેવા ના કરી શક્યો કે તેમની કોઈ યોગ્ય સારવાર પણ હુ કરાવવામાં કાચો રહ્યો છું.મને કોઈ દિવસ માપ ના કરાય તેવો ગુનેગાર પમ રહ્યો...મારી અભિલાષા છે કે મને કેન્સરની વ્યાધિ થાય અને હુ પણ એવી પીડા સહું.બસ દાદા તમારી યાદોમાં જિવતી આ હરતી ફરતી લાશને હવે તમે અપનાવો તેવા ખ્વાબોમાં જિવું છું...મને તમારા ગયા પછી જિવવાની કોઈ ના તો તમન્ના છે કે ના કોઈ ખ્વાઈશ....

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.