Friday 10 October 2014

મલાલા અને ભારતિય કૈલાસ સત્યાર્થીને શાંતિનો નોબલ પુરસ્કાર મળ્યો



નોર્વેના પાટનગરમાં અલગ અલગ કેટેગરીમાં સુવિખ્યાત નોબલ પ્રાઇઝના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ નોબલ શાંતિ પુરસ્કારના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2014ના નોબલ શાંતિ પુરસ્કાર માટે ભારતના કૈલાસ સત્યાર્થીની અને પાકિસ્તાનની મલાલા યુસુફઝાઇની સંયુક્ત રીતે પસંદગી કરવામાં આવી છે.

 કૈલાસ સત્યાર્થી ભારતમાં 'બચપન બચાઓ આંદોલન' સાથે જોડાયેલા ટોચના નેતા છે જ્યારે મલાલાએ પાકિસ્તાની તાલિબાની વિસ્તારમાં મહિલા શિક્ષણ માટે નક્કર કામ કર્યું છે જેના કારણે તે એકવાર તાલિબાનોની ગોળીનો પણ ભોગ બની ચૂકી છે.
મુળ એશિયન બન્ને વ્યક્તિઓની પસંદગી 278 દાવેદારોના લિસ્ટમાંથી કરવામાં આવી હતી. નોબલ કમિટીએ આપેલી માહિતી પ્રમાણે આ લિસ્ટમાં 47 જેટલી સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પહેલાં 2013માં આ યાદીમાં 259 દાવેદારો હતા જેની સંખ્યા આ વર્ષ વધી ગઈ હતી.
આ નોબેલ પ્રાઇસ વિજેતાઓને 1.1 મિલીયન ડોલર જેટલી રકમ ઇનામરૂપે આપવામાં આવશે. હકીકતમાં 1895માં નોબલ પારિતોષિકની સ્થાપના કરનાર સ્વિડનના ઉદ્યોગપતિ આલ્ફ્રેડ નોબલની 10 ડિસેમ્બરના દિવસે મૃત્યુતિથિ છે અને આ દિવસે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં આ ઇનામનું વિતરણ કરવામાં આવે છે.
આ ઈનામ બંન્ને દેશોને એવા સમયે ફાળવાયું છે કે, બંન્ને દેશો એકબીજાના લોહીના તરસ્યા હોય તેમ સામસામે ગોળીબાર કરી રહ્યા છે ત્યારે બંન્ને દેશોને શાંતિનો પૈગામ આપતો આ એવોર્ડ આવનારા સમયમાં રાજનિતિ મુક્ત સંબંધોને સુદ્રઢ બનાવશે તેવી આશા રાખીએ..

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.