Saturday 3 January 2015

ગુજરાતનો ઈતિહાસ

ભારતના પ્રવેશદ્વાર સમાન ગુજરાત પ્રાચીન અને ઐતિહાસિક રીતે ગૌરવપૂર્ણ વારસો ધરાવે છે.સીરીયામાંથી આવીને વસેલી ગુર્જર જાતીના નામ પરથી ગુજરાત અસ્તિત્વમાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.(તે પહેલા ગુજરાતના ભૂ-ભાગો આનર્ત,સુરાષ્ટ્ર,લાટ જેવા વિભિન્ન નામોથી ઓળખાતા હતા.)આ સીરીયન પ્રજાએ સિંઘ આસપાસના પ્રાંતમાં વસવાટ કર્યો હતો..જે પ્રદેશ હાલમાં પાકિસ્તાનમાં આવેલો છે.આ પ્રજા કાળક્રમે હિંદુ,મુસ્લિમ, શિખ વગેરે ધર્મમાં ધર્માતરીત થઇ હતી.
ગુજરાતમાં લોથલ,ધોળાવીરા,રંગપુર,રોઝડી,બનાસ,સાબરમતી,ભૃગૃ,કચ્છ (ખંભાત) જેવા પ્રદેશો અને નદીઓની કોતરોમાંથી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના સમન્વય સમાન નૂતન પાષાણપુગ ,પ્રાગઐતિહાસિક યુગ,મોહે - જો-દડો અને હડપ્પીયન સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે.
..પૂર્વેની ત્રીજી સદીથી ચારસો વર્ષ સુધી નંદવંશ,મૌયવંશ,ગુપ્તવંશ,સાતવાહનવંશ વગેરે વંશના શાશકોએ ગુજરાતમાં જુદા-જુદા ક્ષેત્રો પર પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું હતું.આ સમયમાં ચંદ્વગુપ્ત, રુદ્નદામા, રુદ્વસિંહ, કુમારગુપ્ત, સ્કંદગુપ્ત જેવા પ્રભાવશાળી શાસકોના તાબા હેઠળ ગુજરાતમાં વૈષ્ણવધર્મનો ઉદય થયો હતો.સુદર્શન તળાવ તેમજ અશોકના શિલાલેખો તે સમયની ગુજરાતની રાજકીય અને આર્થિક સ્થિતિનો ચિતાર રજૂ કરે છે.
મૈત્રકકાલીન સમય ગુજરાતના ઇતિહાસમાં નોંધપાત્ર ગણાય છે...470 થી ઇ..788 સુધીના સમયગાળામાં મૈત્રકોએ ગુજરાતમાં વલભીપુરને પોતાની રાજધાની બનાવી એકહથ્થુ સત્તા ભોગવી હતી.મૈત્રકવંશમાં પરમ ભટ્ટાર્ક,ગૃહસેન,શિલાદિત્ય,ધરસેન જેવા પ્રતાપી શાસકો થયા હતા.આ સમયગાળા દરમ્યાન વલભી વિધાપીઠ વિશ્વભરમાં ખ્યાતનામ ગણાતી હતી.બૌધ્ધ અને શૈવ ધર્મનો પ્રચાર પ્રસાર આ સમયમાં ખૂબ જ થયો હતો.ચીની પ્રવાસી હ્યુ-એન-ત્સાંગે પણ તેના ભારત પ્રવાસ વર્ણનમાં ગુજરાતના મૈત્રક શાસકોનો ઉલ્લેખ કર્યો છે.મૈત્રકવંશનો નાશ થતાં ઇ.. 788 થી ઇ.. 942 સુધી ઉત્તર ગુજરાતમાં ચાવડાવંશ, ગૃર્જર પ્રતિહારવંશ તેમજ દક્ષિણમાં રાષ્ટ્રકૂટોનું આધિપત્ય રહ્યું હતું. આ સમયમાં ઇરાની જરથ્રોસ્ટી પ્રજા ગુજરાતમાં આવી હતી. જે પારસીઓ તરીકે ઓળખાય છે.
ગુજરાતનો સુવર્ણકાલીન ઇતિહાસ સોલંકીવંશ વગર અધૂરો છે. .. 942માં ચાવડાવંશનો નાશ થતાં સોલંકીયુગની શરૂઆત થઇ તેરમી સદી સુધી સોલંકી- વાઘેલા વંશજોએ અણહીલપુર પાટણને પોતાની રાજધાની બનાવી.કચ્છ, સૌરાષ્ટ્ર, લાટ પ્રદેશ સહીત રાજસ્થાન અને દક્ષિણમાં કર્ણાટક સુધી રાજય વિસ્તાર્યું હતું. સોલંકી વંશજોમાં મૂળરાજ, ભીમદેવ પહેલો, ભીમદેવ બીજો, કર્ણદેવ, સિધ્ધરાજ સોલંકી, કુમારપાળ, ત્રિભુવનપાળ જયારે વાઘેલા વંશજોમાં વિસળદેવ અને કર્ણદેવ વાઘેલા મુખ્ય શાસકો હતા.આ સમયમાં જૈન અને બૌધ્ધ ધર્મનો વિકાસ થયો હતો. પાટણની ઐતિહાસિક વિરાસત સમાન રાણીની વાવ અને સહસ્ત્રલિંગ સરોવરનું નિર્માણ પણ આ સમયમાં થયું હતું.
તેરમી સદીમાં કર્ણદેવ વાધેલા અલાઉદ્દીન ખલજીના લશ્કર સામે પરાસ્ત થતાં મુસ્લિમ સલ્તનતનો ઉદય થયો.મહંમદ તુઘલક, અલાઉદ્દીન ખલજી, નસીરુદ્દીન એહમદશાહ, મહંમદ બેગડો, મુજજફરશાહ જેવા શાસકોએ પંદરમી સદી સુધી ગુજરાતમાં પોતાનું આધિપત્ય સ્થાપ્યું હતું.આ સમયમાં ઇ..1411માં અમદાવાદની સ્થાપના થઇ હતી.અડાલજ વાવ,મંદિરો,મસ્જિદો અને કિલ્લાઓનું નિર્માણ થયું હતું.પોટુગ્રીઝોએ પણ આ સમય દરમ્યાન વેપાર માટે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો.અકબર સામે મુજજફરશાહ ત્રીજો પરાજીત થયો.અને ગુજરાતમાં દિલ્હી સલ્તનત મુઘલ યુગની શરૂઆત થઇ. અકબર, જહાંગીર,ઔરંગઝેબ જેવા સમર્થ શાસકોએ ગુજરાત પર ઇ.. 1572 થી ઇ.. 1707 સુધી પોતોની હકૂમત સ્થાપી હતી.ઔરંગઝેબ પછી ગુજરાતમાં જૂદા-જૂદા રજવાડાઓ સ્વત્રંત બન્યા અને ગુજરાત ત્રણસોથી વધારે રજવાડી સિયાસત ધરાવતું રાજય બન્યું હતું.આ સમયમાં ૟ઇ..1631માં અંગ્રેજોએ ભારતમાં વ્યાપારી કોઠી સ્થાપી હતી.
અઢારમી સદીમાં ગુજરાત સહીત સમગ્ર ભારતમાં અંગ્રેજ શાસનનો ઉદય થયો અને રાજકીય કૂનેહથી સમગ્ર ભારત પર પોતાની હકૂમત સ્થાપી.આ અંગ્રેજો સામે ઇ.. 1857માં બળવો થયો.પરંતું તેનો તુરંત અંત આવ્યો. બ્રિટીશ હકૂમતમાંથી સ્વતંત્રતા મેળવવા સશસ્ત્ર લડત અને અહિંસાત્મક આંદોલનો થયા જેમાં ગુજરાત ક્રાંતિની મિશાલ બન્યું. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, ગણેશ માવંળકર, બળવંતરાય મહેતા જેવા કેટલાય ગુર્જર રત્નોએ ભારતને અંગ્રેજોની ચૂડાલમાંથી છોડાવવા પોતાના પ્રાણોની આહુતિ આપી.પરિણામ સ્વરૂપ 15 ઓગસ્ટ 1947માં ભારત આઝાદ થતાં ગુજરાત સૌરાષ્ટ્ર,કચ્છનું બૃહદ મુંબઇ રાજય સાથે એકીકરણ થયું.
ગુજરાતને મુંબઇ રાજયથી અલગ પાડી સ્વતંત્ર રાજય તરીકે રચના કરવા મહાગુજરાત આંદોલન થયું ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાત જનતા પરીષદની રચના થઇ. અંતે 1લી મે 1960ના રોજ ગુજરાત અલગ રાજય તરીકે અસિતત્વમાં આવ્યું તેમાં કચ્છ,સૌરાષ્ટ્રનો સમાવેશ કરવામાં આવ્યો અને અમદાવાદને રાજયનું પાટનગર બનાવવામાં આવ્યું.ર્ડા.જીવરાજ મહેતા રાજયના પ્રથમ મુખ્યપ્રધાન બન્યા...1970માં મુખ્ય પ્રધાન હિતેન્દ્વ દેસાઇએ ગાંઘીનગરને નવા પાટનગર તરીકે સ્થાપિત કર્યું.
હજારો વર્ષ જૂનો પૌરાણિક વારસો ધરાવતા ગુજરાતે વેપાર, વાણિજ્ય, ધર્મ, કલા, સંસ્કૃતિ, રીતિરિવાજોમાં એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.