Friday 3 April 2015

રાજ્ય સરકારે અદાણી ગૃપને 58.64 કરોડની લ્હાણી કરી

રાજ્ય સરકારે કચ્છના મુંદ્રા અને ધ્રબ ગામોની 2008.42 હેક્ટર જમીન સરકારના નિર્ધારીત ધારા ધોરણોની ઉપરવટ જઈને અદાણી ગૃપને ફાયદો કરાવ્યો છે. કેગના રીપોર્ટમાં અદાણી ગૃપને આ કારણે 58.64 કરોડનો ચોખ્ખો ફાયદો પહોચ્યો હતો. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય પાસેથી સુ્પ્રીમના દિશા નિર્દેશથી ઉપરવટ જઈ મોઘાભાવની જમીન બારોબાર પધરાવી દીધી છે.

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રાલયની એક દરખાસ્ત મુજબ 2004માં કચ્છ જિલ્લાની મુંદ્રા અને ધ્રબ ગામોની 2008.42 હેક્ટર જમીન અદાણી કેમિક્લ્સ લિમીટેડને સૌર નમક યોજના અને નમક ઘાટની સ્થાપના કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

અદાણીએ સ્પેશિયલ ઈકોનોમી ઝોનમાં જંગલની જમીનનો ઉપયોગ કરવા અને વધુ સુવિધાઓ વિકસાવવા માટે પર્યાવરણ મંત્રાલયની મંજૂરી ગુજરાત પર્યાવરણ મંત્રાલય દ્વારા માંગી હતી. આ નિર્ણય લેવાય તે પહેલાં સુપ્રીમ કોર્ટે ભારતના જંગલોને છ પરીસ્થિતિ વિષયક સ્થિતિમાં વર્ગિકૃત કર્યા હતા અને તે મુજબ ચોખ્ખી વર્તમાન કિંમતોના દર જાહેર કર્યા હતા.

આ સુપ્રીમના ધારાધોરણ મુજબ કચ્છ જિલ્લાના જંગલો બે વર્ગોમાં વહેચાયેલા છે. ઈકો ક્લાસ-2, લીટ્ટોરલ અને કળણવાળા જંગલો તેમજ અકો ક્લાસ-4, ઉષ્ણ કટીબંધિય અને કાંટાળા જંગલ. આ જમીનમાં કિંમતોના દર 40 ટકા કરતાં ઓછી ગીચતા ધરાવતા જંગલની ખુલ્લી કિંમતના દર અનુક્રમે 7.30 લાખ અને 4.38 લાખ નિર્ધારીત કરવામાં આવ્યા હતા. જેમાં અદાણી કેમિકલ્સ લિમીટેડને 2008.42 હેક્ટર જંગલની જમીન 4.38 લાખ પ્રતિ હેક્ટરના દરે 87.97 કરોડ રકમમાં આપી હતી. આ જમીન સમુદ્ર કાંઠાના વિસ્તાર પર આવેલી હતી અને જંગલમાં ઈકો ક્લાસ-2ના લિટ્ટોરલ અને કળણના જંગલનો પટ્ટો હોવાથી તેની વાસ્તવિક કિંમત 7.30 લાખ પ્રતિ હેક્ટર હતી. આ જમીન સંપાદન અંગે વન સંરક્ષક ભૂજ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, જંગલની તબદીલ કરેલી જમીનનો વિસ્તાર સમુદ્રનો બ્રાહ્ય વિસ્તાર હતો અને ખાડીઓ મેન્ગ્રુવ વનસ્પતિથી ભરપુર જમીન વિસ્તાર હતો.

આ રીતે સરકારે ખોટી રીતે જમીનને વર્ગીકૃત કરીને ઈકો ક્લાસ-2ની જમીનને ઈકો ક્લાસ-4માં પધરાવી દઈ 58.64 કરોડની ઓછી વસુલાત કરી હતી. સરકારે અદાણી ગૃપને આ રીતે 58.64 કરોડનો ચોખ્ખો લાભ કરાવ્યો હતો જે અંગે કેગ દ્વારા મે 2014માં સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં સરકારે કોઈ જવાબ પાઠવ્યો નહોતો. વર્તમાન રાજ્ય સરકાર અને અદાણી વચ્ચેના સંબંધો અનેક વખત સરાજાહેર થઈ ચુક્યા છે. વિપક્ષોએ પણ અદાણીના મુદ્દે સરકાર પર અનેક વખત માછલાં ધોવામાં બાકી રાખ્યા નથી ત્યારે આ કેગના રીપોર્ટ દ્વારા સરકાર તરફ ચિંધાયેલી આંગળી ઘણું બધું કહી જાય છે.

गुजरात मे नरेन्द्र मोदी का काल अदानी परीवार के लिए सुवर्ण काल माना जाता था, वही सिलसीला आनंदीबेन पटेल की सरकार भी अपना रही है। उद्योगपतिओ कि जी हजूरी करके अपना अपना भाई भाई नीति अपनाई जा रही है । जनता कमनशीब है, समजति है लेकिन याददास्त कमजोर है । गुजरात मे सतापक्ष और विपक्ष मिल के लाभो के बंटवारे कर रही है । जनता तमाशा देख रही है, मौका मिलके चोका लगाने कि आदत है, राज्य के लोगो कि कब सुधरेंगे हमऔर कब सुधारेंगे।

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.