Wednesday 1 April 2015

ગુજરાતમાં સુરક્ષા અને શાંતિના દાવા કેટલા પોકળ?

 રાજ્ય સરકારે અલગ નારી ગૌરવનીતિ બહાર પાડી છે અને નારી તથા બાળકોની સુરક્ષા માટે વિશેષ દરકાર કરતી હોવાના દાવા પણ કરાય છે. કેગના અહેવાલમાં સરકારની પોકળ ખુલ્લી જાય છે. અહેવાલ મુજબ બાળકીઓની સુરક્ષા અને કલ્યાણની બાબતો ચિંતાપ્રેરક છે. રાજ્યમાં 2013ના વર્ષમાં 15 જિલ્લાઓમાં જન્મ સમયનો જાતિય દર ઘટવા પામ્યો હતો. વર્ષ 2009થી 2014 દરમ્યાન ઈ- મમતા પોર્ટલમાં 70.95 લાખ ગરભાવસ્થાના કિસ્સાઓમાં 57.66 લાખ પ્રસૂતિઓની નોંધણી થઈ છે. 13.29 લાખ બાળકો ક્યાં ગયા અને તે અંગેની તપાસ કે દરકાર કરવામાં સરકાર બેપરવા રહી હતી.

આરોગ્ય અને પરીવાર કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગની કામગીરી કેટલી પોકળ છે તેની માહિતી ઓડીટના અહેવાલ પરથી જોઈ શકાય છે.
ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા સોસાયટી દ્વારા રાજ્યની બાળ સુરક્ષા નીતિ કે તે અંગેની કોઈ યોજના ઘડવામાં આવી નહોતી તેના પરીણામે સરકાર બાળ સુરક્ષા અને કલ્યાણ માટેના લક્ષ્યાંકો અને સિદ્ધાંતો હાંસલ કરવામાં નિષ્ફળ રહી હતી. 2001ની વસ્તી ગણતરી દરમ્યાન દેશના જાતિય દરમાં વધારો થયો હતો જ્યારે રાજ્યનો સરેરાશ જાતિય દર 920 થી ઘટની 919 થવા પામ્યો હતો. રાજ્યના 15 જિલ્લાઓમાં જન્મ સમયનો જાતિય દર ઘટ્યો હતો.
બાળ લગ્નોને ખુલ્લો દોર
વર્ષ 2009થી 2014ના સમય દરમ્યાન બાળ લગ્નની 659 જેટલી ફરિયાદો મળી હતી અને તેમાંથી કોર્ટમાં માત્ર 15 કેસ દાખલ કરાયા છે અને આ સમીક્ષાત્મક ગાળા દરમ્યાન તેમાંથી એક પણ વ્યક્તિને દોષિત ઠેરવાયો નથી.
રાજ્યમાં અનાથોના ઉત્થાન કે સંભાળ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
રાજ્યમાં શાંતિ અને સુરક્ષા હોવાના દાવા પોકળ નિવડ્યા
બાળકીઓ પર બળાત્કારોમાં વધારો નોંધાયો
રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા ક્ષેત્રે સલામત હોવાની બાંગ પુકારે રાખે છે. સરકારના આ પોકળ દાવાઓની હવા કેગના રીપોર્ટે કાઢી નાખી છે. છેલ્લા પાંચ વર્ષના સમયમાં બાળકીઓ પર બળાત્કારના કેસોમાં વધારો નોંધાયો છે જેમાં 10 વર્ષ સુધીની બાળાઓ તેમજ 15થી 18 વર્ષની તરૂણીઓનો સમાવેશ થાય છે.
રાજ્યમાં બનેલા કુલ બળાત્કારના બનાવોની સામે બળાત્કારનો ભોગ બનેલી પીડિત બાલિકાઓની ટકાવારી 36.15% થાય છે. સરકાર બળાત્કાર તો અટકાવી શકતી નથી પરંતું, બળાત્કાર પીડિતોને સહાય પણ આપી શકતી નથી. કેગના સામાન્ય અને સામાજિક ક્ષેત્રના માર્ચ-2014ના અહેવાલમાં બાળકીઓ મોટી સંખ્યામાં બળાત્કારનો ભોગ બની રહી હોવાનું બહાર આવ્યું છે.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.